Raksha Bandhan : રક્ષાબંધન પર ભાઈના ગુડલક માટે બહેનો જરૂર કરે આ 5 કામ; ભાઇની કિસ્મત ચમકશે, સુખ-સંપત્તિનો થશે વરસાદ
Raksha Bandhan 2023 Upay: આ વર્ષે 30 અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવાશે. આ દરમિયાન ભાઈના સૌભાગ્ય માટે બહેન આ 5 કામ કરશે તો ભાઇની નસીબ ચમકશે, ક્યારેય પૈસાની તંગી નહીં પડશે અને સુખ-સંપત્તિનો વરસાદ થશે. ચાલો જાણીય વિગતવાર
Raksha Bandhan 2023- રક્ષાબંધન 2023: હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેનો ભાઈના હાથ પર રાખડી બાંધે છે તેમની શુભકામના માટે પ્રાર્થના કરે છે. તેના બદલામાં ભાઇ બહેનને ભેટ આપે છે.
રક્ષાબંધન પર રાખડી બાંધવાના મુહૂર્ત ચોઘડિયા તમને જણાવી દઈએ કે આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટની રાત્રે અને 31મીએ સવારે ઉજવવામાં આવશે. કારણ કે 30 ઓગસ્ટે ભદ્રકાળની શરૂઆત સવારે પૂર્ણિમા તિથિ સાથે થશે અને તે રાત્રે 9.02 વાગ્યે સમાપ્ત થશે. આથી બહેનોએ તેમના ભાઇને 30 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યા પછી અને લઇ 31 ઓગસ્ટની સવારે 7 વાગ્યા પહેલા બાંધવી જોઈએ કારણ કે ત્યારબાદ પૂર્ણિમાની તિથિ સમાપ્ત થઈ જશે. શાસ્ત્રો અનુસાર જો બહેન રક્ષાબંધનના દિવસે આ 5 કામ કરે તો ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને ભાગ્ય ચમકશે. ચાલો જાણીએ રાખડી બાંધતી વખતે બહેનોએ શું કરવું જોઈએ…
કેસરનું તિલક લગાવો રક્ષાબંધનના દિવસે બહેને ભાઇને રાખડી બાંધતી વખતે સૌથી પહેલા ભાઇના કપાળ પર તિલક કરે છે. સામાન્ય રીતે તિલક કંકુનું કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇયે કે જો રક્ષાબંધનના દિવસે બહેન ભાઇના કપાળ પર કેસરનું તિલક કરે તો ભાઇના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેમજ ગુરુ ગ્રહની અસીમ કૃપા થાય છે.
ભાઈને નાળિયેર આપો બહેને રાખડી બાંધ્યા પછી ભાઈને નારિયેળ અવશ્ય આપવું. કારણ કે, શાસ્ત્રોમાં નારિયેળને શ્રી ફળ કહેવામાં આવ્યું છે અને શ્રી ફળ આપવાથી જીવનમાં સમૃદ્ધિ રહે છે. સાથે જ નારિયેળને મા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી જ માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.
ભાઇને રૂમાલ આપો રક્ષાબંધન પર બહેનો દ્વારા નાના ભાઈઓને અમુક વસ્ત્રો આપવાનો રિવાજ છે. એટલા માટે જો પૈસાની અછત હોય તો બહેનો ભાઈને રૂમાલ આપી શકે છે. આમ કરવાથી તેના જીવનમાં પૈસાની કમી નહીં આવે. કારણ કે રૂમાલનો સંબંધ શુક્ર સાથે છે અને શુક્ર ધન-સંપત્તિનો દાતા છે.