Health Tips: શિયાળામાં આ 7 પ્રકારની ચા પીવાથી ઠંડી નહીં લાગે, શરીર સ્વસ્થ્ય થશે
Best Herbal Tea For Winter: શિયાળામાં મસાલા ચા પીવાના બદલે આ 7 પ્રકારની ચા પીવાાનું શરૂ કરો. આ યુનિક ચા શિયાળામાં શરીરને અંદરથી ગરમી આપી સ્વસ્થ બનાવે છે અને ઠંડી સામે રક્ષણ આપી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
Health Benefits Of Herbal Tea In Winter: શિયાળામાં હર્બલ ચા પીવાના ફાયદા શિયાળાની ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરે, ગરમ વસ્તુ ખાય છે. શરીરને અંદરથી ગરમ રાખવા માટે આહારમાં પણ ખાસ ફેરફાર જરૂરી છે. આ ઋતુમાં ચા જેવા ગરમ પીણા શરીરને ઠંડીથી બચાવે છે પણ સ્વસ્થ પણ રાખે છે. મસાલા ચા ઉપરાંત શિયાળામાં ઘણી એવી ચા છે જે તમને શરદીમાં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ચાલો જાણીએ 7 પ્રકારની ચા વિશે જે શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરશે. (Photo: Freepik)
Ginger Tea : આદુની ચા શિયાળામાં આદુની ચાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દૂધ અને ચા પત્તી પીવાનું ટાળવા માંગતા હોવ તો આદુને પાણીમાં ઉકાળો અને તેમાં થોડું મીઠું નાખીને પી લો. આ ચા માત્ર શરીરને ગરમ રાખવાની સાથે સાથે ગળામાં ખરાશ, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. (Photo: Freepik)
Chamomile Tea : કેમોમાઈલ ટી કેમોમાઈલ ટી એક હર્બલ ટી છે, જે શિયાળામાં શરદીથી રાહત આપવાની સાથે તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાને પણ દૂર કરે છે. આ ચા પીવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે.(Photo: Freepik)
Green Tea : ગ્રીન ટી ગ્રીન ટી શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરની રોગપ્રતિકારક વધારવાની સાથે સાથે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને અંદરથી ડિટોક્સ કરે છે અને શિયાળામાં એનર્જી જાળવી રાખે છે. (Photo: Freepik)
Kashmiri Kahwa : કાશ્મીરી કહવા કાશ્મીરી કહવા એ મસાલા અને ડ્રાય ફ્રુટ્સનું અદ્ભુત મિશ્રણ છે, જે શિયાળામાં શરીરને ગરમ રાખવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તે કેસર, તજ, એલચી અને બદામ સાથે તૈયાર કરવામાં આવે છે. ઠંડીની ઋતુમાં તેનું સેવન કરવાથી ગરમી તો મળે જ છે સાથે સાથે શરદી અને ઉધરસથી પણ રક્ષણ મળે છે. (Photo: Freepik)
Cinnamon Tea : તજની ચા તજમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે, જે શિયાળામાં શરીરને ગરમ રાખે છે. તેને મધમાં ભેળવીને પીવાથી શરીરને ગરમી મળે છે સાથે સાથે પાચનતંત્ર પણ સુધરે છે. (Photo: Freepik)
Lemon Tea : લેમન ટી શિયાળામાં લેમન ટીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બોડી ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. લીંબુમાં હાજર વિટામિન સી શિયાળામાં ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. (Photo: Freepik)
Tulsi Tea : તુલસીની ચા તુલસીને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. શિયાળામાં તુલસીની ચાનું સેવન કરવાથી શરદી, ખાંસી અને ગળાના દુખાવાથી રાહત મળે છે. તુલસીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. (Photo: Freepik)