Skincare Tips : બદલાતી ઋતુમાં સ્કિન ડ્રાય થઇ જાય છે, આ ઘરેલુ ઉપચાર કરો, સ્કિન ડ્રાયનેસમાં મળશે રાહત
Skincare Tips : સ્કિન પર બદલાતી ઋતુની અસર જલ્દી થાય છે. ઠંડા પવનોને લીધે હાથ, પગ, ચહેરો, કોણી અને મોં પર વધુ ડ્રાય થાય જાય છે. આ શુષ્કતા દૂર કરવા માટે, દૂધની ક્રીમનો ઉપયોગ કરો.વધુમાં અહીં વાંચો.
આ ઠંડીની ઋતુમાં ત્વચાને વધુ પડતા નહાવાથી કે ઘસવાથી પણ ત્વચાની શુષ્કતા વધી જાય છે. બદલાતા હવામાનમાં ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવું ખૂબ જ જરૂરી છે.આ શુષ્કતા દૂર કરવા માટે, દૂધની ક્રીમનો ઉપયોગ કરો.
મલાઈ અને મધનો ઉપયોગ: ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે એક ચમચી મલાઈ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. થોડીવાર મસાજ કર્યા બાદ ચહેરો પાણીથી ધોઈ લો.
તેની સાથે ક્રીમનો ઉપયોગ કરવાથી ત્વચા માટે તેની ઉપયોગીતા વધે છે. ક્રીમ સાથે લીંબુ મિક્સ કરો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને 15 મિનિટ સુધી રહેવા દો. થોડીવાર પછી ચહેરો પાણીથી ધોઈ લો.