Sobhita Dhulipala | શોભિત ધૂલિપાલા ફેશન સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે, તેના આઉટફિટમાં તેની પાસે સાડી કલેક્શન હટકે છે. મોર્ડન સ્ટાઇલ સાથે ટ્રેડિશનલના મિક્ષ વાઈબ્સ આપે છે. અહીં જુઓ શોભિતા ધૂલિપાલા સાડી લુક (Sobhita Dhulipala Saree Look)
શોભિતા ધૂલિપાલા (Sobhita Dhulipala) ફેમસ ઇન્ડિયન એકટ્રેસ છે. તેણે ઘણી ફિલ્મ અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તે ન માત્ર તેની એકટિંગ પરંતુ તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, તેના આઉટફિટમાં તેની પાસે સાડી કલેક્શન હટકે છે. મોર્ડન સ્ટાઇલ સાથે ટ્રેડિશનલના મિક્ષ વાઈબ્સ આપે છે. અહીં જુઓ શોભિતા ધૂલિપાલા સાડી લુક (Sobhita Dhulipala Saree Look)
શોભિતા ધૂલિપાલા પેસ્ટલ પિંક સાડી : શોભિતા ધૂલિપાલા નાગા ચૈતન્યની સાથે લગ્ન 4 ડિસેમ્બર 2024 ના રોજ આજે બુધવારે કરશે. બ્રાઈડ ટુ બી શોભિતા ખૂબસૂરત પેસ્ટલ ગુલાબી સાડીમાં અદભુત લાગે છે. જટિલ ભરતકામે તેના લુકમાં ગ્લેમરસ ટચ ઉમેરી છે. તેણે બેકલેસ, ડીપ-નેક બ્લાઉઝ સાથે અદભૂત સાડીની પેર કરી છે. જેમાં સ્ટ્રેપી બેક દર્શાવવામાં આવી હતી, જે સમગ્ર લુકને ઉન્નત બનાવે છે.
શોભિતા ધૂલિપાલા જવેલરી અને મેકઅપ : અભિનેત્રીએ ટર્કોઇઝ ઇયરિંગ્સ સાથે એક્સેસરાઇઝ કર્યું છે, તેની સાડી હેવી હોવાથી તેણે જલવેરીમાં મિનિમલિસ્ટિક જવાનું પસંદ કર્યું છે.મેકઅપની વાત કરીયે તો તેણે નેચલ કલર લિપસ્ટિક, કાજલ, મસ્કરા, આઈલાઈનર સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ ઉપરાંત ઓપન હેરસ્ટાઇલ સાથે લુકને પરફેક્ટ ટચ આપી છે.
શોભિતા ધૂલિપાલા વાઈટ નેટ સાડી : શોભિતા ધૂલિપાલાએ વાઈટ કલર નેટ સાડી પસંદ કરી છે જેમાં બ્લેક ફ્લોરલ ડિઝાઇન અને બ્લેક બોર્ડર જોવા મળે છે, આ સાડી ટ્રાંસપેરન્ટ છે અને એમાં બ્લેક ડીપ વી શેપ નેકલાઇન વાળો સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે.
શોભિતા ધૂલિપાલા જલવેરી અને મેકઅપ : શોભિતા ધૂલિપાલા ખાસ આઉટફિટ પર મેચિંગ સિલ્વર ડાયમન્ડ ટ્રાઈએંગલ શેપની ઈયરિંગ્સ પસંદ કરી છે અને હાથમાં ગોલ્ડન અને સિલ્વર ડાયમન્ડ વાળું ટ્વીસ્ટેડ કડા બ્રેસલેટ પસંદ કર્યું છે, મેકઅપની વાત કરીયે તો આઇલાઇનર, કાજલ, મસ્કરા અને રેડ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.
શોભિતા ધૂલિપાલા મેકઅપ અને જ્વલેરી : શોભિતા ધૂલિપાલાએ ગોલ્ડન લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ પસંદ કરી છે, આ ઉપરાંત ગોલ્ડન મેચિંગ ડિઝાઈનર બેન્ગલ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે, મેકઅપમાં તેણે નેચરલ મેકઅપ અને મિનિમલિસ્ટિક ટચ આપી છે.