રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના શ્યામનગર સ્થિત નિવાસ સ્થાને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. સુખદેવ સિંહની હત્યાથી કરણી સેના સહિત સહિત સમગ્ર રાજસ્થાનમાં હડકંપ મચી ગયો છે. તેમની ઉંમર 50 વર્ષ હતી. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં બે હત્યારાઓ પિસ્તોલથી ગોગામેડી પર ફાયરીંગ કરે છે. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
સુખદેવ સિંહ ગોગામેડી અને રાજ શેખાવત બંને ગાઢ મિત્ર છે. રાજ શેખાવત કરણી સેનાના અધ્યક્ષ છે અને પોતાની સિક્યોરિટી એજન્સી ચલાવે છે. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
સુખદેવ સિંહ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ અને ક્ષત્રિય ધર્મના પ્રચારક હતા. તેમણે પદ્માવત સહિત ઘણી ફિલ્મોનો વિરોધ કર્યો હતો.(Photo - Sukhdev Singh Gogamedi Facebook)
સુખદેવ સિંહના પૂર્વજ રાજસ્થાનના ઝુંઝનું જિલ્લાના ગામ ધમોરાના રહેવાસી હતા. તેઓ રાજસ્થાનના રાજપૂત સમૂદાયમાંથી આવે છે. તેમનો પરિવાર ઘણા દાયકાથી હનુમાનગઢ સ્થિત ગોગામેડીમાં રહે છે. આથી તેમણે તેમણે પોતાના નામની આગળ ગોગામેડી સરનેમ લગાવી છે. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
સુખદેવ સિંહ વર્ષ 2013માં કરણી સેનામાં જોડાયા હતા. કરણી સેનાની સ્થાપના લોકેન્દ્ર સિંહ કાલવીએ કરી હતી. જો કે સંગઠનમાં વિવાદ સર્જાતા સુખદેવ સિંહ ગોગામેડી કરણી સેનાથી અલગ થઇ ગયા અને ત્યારબાદ તેમણે અલગથી નવી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાવી હતી. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
સુખદેવ સિંહ ગોગામેડીના પર્સનલ લાઇફની વાત કરીયે તો તેમના લગ્ન શીલા કંવર સાથે થયા છે. તેમને એક પુત્ર અને પુત્રી છે. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
પ્રાપ્ત માહિતી અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીએ વર્ષ 2013માં બસપા તરફથી રાજસ્થાનમાં ભાદરા બેઠક વિધાસભાની ચૂંટણી લડી હતી. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)
વેબસાઈટ ન્યૂઝ18ના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં સુખદેવ સિંહ ગોગામેડી વિરુદ્ધ 21 કેસ નોંધાયા હતા, જેમાંથી 7 ગંભીર અપરાધિક કેસ હતા. વર્ષ 2003માં સુખદેવ સિંહ ગોગામેડીને હત્યાના કેસમાં દોષિત ઠરાવ્યા હતા. ઉપરાંત વર્ષ 2013માં તેમને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. (Photo - Sukhdev Singh Gogamedi Facebook)