Beauty Tips : સનસ્ક્રીન અને સનબ્લોક વચ્ચેનો તફાવત, સ્કિન માટે કયું સારું?
Beauty Tips : સનસ્ક્રીન (Sunscreen) ત્વચાના લોશન જેવું છે, જે લગાવવાથી ત્વચા પર પાતળું પડ બને છે અને સ્કિનને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરે છે.
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સનબર્ન, ટેનિંગ, કરચલીઓ અને ત્વચાના કેન્સરનું જોખમ વધી જાય છે.
સનસ્ક્રીન (Sunscreen) શું છે? સૌપ્રથમ, જો આપણે સનસ્ક્રીન વિશે વાત કરીએ, તો તે ત્વચા માટેના લોશન જેવું છે, જે લગાવવાથી ત્વચા પર પાતળું પડ બને છે અને સ્કિનને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરે છે.
સનસ્ક્રીન ઘણા ઓર્ગેનિક કેમિકલના સંયોજનોથી બનેલું છે, જે યુવી પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે કેમિકલ પ્રોટેશન તરીકે કાર્ય કરે છે અને તેને શોષી લે છે, જેનાથી સ્કિનને પ્રતિકૂળ અસર થતી અટકાવે છે.
સનબ્લોક (Sunblock) શું છે? સનબ્લોક કે જે ત્વચા પર લગાવવામાં આવે ત્યારે જાડા પડ બનાવે છે અને નામ સૂચવે છે તેમ સનબ્લોક યુવી કિરણોને ત્વચા સુધી પહોંચતા પહેલા જ અવરોધે છે. તે સનસ્ક્રીન કરતાં જાડું છે. તે ઝીંક ઓક્સાઇડ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા વિવિધ ખનિજ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે ત્વચાના સંપર્કમાં આવતા પહેલા યુવી કિરણોને શારીરિક રીતે અવરોધે છે.
કયું વધુ સારું? સનસ્ક્રીન અને સનબ્લોક બંને સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે કામ કરે છે, તેથી તે બંને તમારા માટે સારા છે. પરંતુ, તમે તમારી અનુકૂળતા અનુસાર આમાંથી એક પસંદ કરી શકો છો.
જેમ-સનસ્ક્રીનમાં પાતળું પડ હોય છે અને તે ત્વચા પર થોડા સમય માટે રહે છે. આનો અર્થ એ છે કે જો તમે લાંબા સમય સુધી તડકામાં રહેવાના છો, તો તમારે તેને સમયાંતરેફરીથી લાગુ કરવાની જરૂર પડશે.
જયારે સનબ્લોકનું સ્તર જાડું હોય છે અને એકવાર લગાવ્યા પછી તેની અસર ત્વચા પર લાંબા સમય સુધી રહે છે.પરંતુ સનબ્લોક ત્વચા પર દેખાય છે.સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ સેન્સિટિવ હોય અને સન રેશથી પીડિત હોય તેવા લોકો માટે સનબ્લોક શ્રેષ્ઠ છે.