તમન્ના ભાટિયા : તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની એકટિંગ અને બોલ્ડ અંદાજ માટે ફેન્સમાં પ્રિય છે. એકટ્રેસ આ સિવાય તેની યુનિક ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે તે અવારનવાર ફોટાના આ સ્ટાઈલિશ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે.
તમન્ના ભાટિયા ટ્રેડિશનલ લુક : તમન્ના ભાટિયાના આ યુનિક ટ્રેડિશનલ લુકમાં તેણે ઓફ વાઈટ અને ગોલ્ડન સાઈન વાળા 2 પીસ આઉટફિટ પસંદ કર્યા છે, જેમાં લોન્ગ સ્લીવ જોવા મળે છે અને અને વી શેપ્ડ નેકલાઇન અને ગોલ્ડન વર્ક જોવા મળે છે.
તમન્ના ભાટિયા એક્સેસરીઝ : તમન્ના ભાટિયાની એક્સેસરીઝની વાત કરીયે તો હાથમાં રિંગ, કાનમાં વાઈટ ડાયમન્ડ વાળી લોન્ગ ઈયરિંગ્સ પસંદ કરી છે. જે તેના લુકને એલિગન્ટ ટચ આપે છે, આ ઉપરાંત તેણે ગોલ્ડન ડાયમન્ડ વાળી હિલ મોજડી સાથે લુક કંપ્લીટ કર્યો છે.
તમન્ના ભાટિયા મેકઅપ : તમન્ના ભાટિયાના મેકઅપની વાત કરીયે તો તેણે તેના સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ પસંદ કર્યો છે, તેણે વાઈટ અને ગોલ્ડન આઉટફિટ પર રેડ લિપસ્ટિક, રેડ બ્લશ, આઈશેડો, મસ્કરા, આઈલાઇનર અને હાઈલાઈટર સાથે લુક કંપ્લીટ કર્યો છે.