Must Visit Destinations to Celebrate Diwali in India: દિવાળી વેકેશનમાં ફરવા લાયક ઘણા પ્રખ્યાત સ્થળો છે. અહીં 1 દિવસ થી 7 દિવસ ફરવા માટેના પ્રખ્યાત પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે.
Best Places to Celebrate Diwali 2025 in India: આજકાલ ઘણા લોકો દિવાળીના વેકેશનમાં બહાર ફરવા જાય છે. અહીં દિવાળી વેકેશનમાં ફરવા લાયક ભારતના સૌથી પ્રખ્યાત 10 પ્રવાસ વિશે જાણકારી આપી છે. આ પ્રવાસન સ્થળોમાં ધાર્મિક, ઐતિહાસિક, કુદરતી સ્થળો સામેલ છે. અહીં 1 દિવસ થી 7 દિવસ સુધી ફરવા માટે સૌથી પ્રખ્યાત પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે. (Photo : Freepik)
Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિર અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ મોટી સંખ્યામાં દર્શન કરવા જાય છે. અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર, હનુમાનગઢી મંદિર, સરયુ નદી કિનારા સહિત ઘણા પ્રાચીન દર્શનિય સ્થળો છે. (Photo : Wikipedia)
Varanasi Kashi Vishwanath Temple : વારાણસી કાશી વિશ્વનાથ મંદિર ગંગા નદી કિનારે સ્થિત કાશી ભારતનું સૌથી જૂનું શહેર છે, જે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર અને બનારસી સાડી માટે પણ પ્રખ્યાત છે. કાળ ભૈરવ મંદિર સહિત ઘણા પ્રાચીન મંદિરો દર્શનિય છે. અહીં ગંગા નદીમાં નૌકાવિહાર યાદગાર રહે છે. (Photo : Social Media)
Haridwar Rishikesh : હરિદ્વાર ઋષિકેશ હરિદ્વાર અને ઋષિકેશ દિવાળીના વેકેશનમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ગંગાની આરતી, લક્ષ્મણ ઝુલા સહિત ઘણા દર્શનિય સ્થળો છે.
Udaipur Trip : ઉદયપુર ઉદયપુર રાજસ્થાનનું સૌથી વધુ પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે, જ્યારે દર વર્ષે દેશ વિદેશ માંથી લાખો પ્રવાસીઓ આવે છે. લેક સિટી નામ પ્રખ્યાત ઉદયપુરમાં સિટી પેલેસ, પિછોલા લેક, ચેતન ગાર્ડન, સહેલી બાગ, બાગોર કી હવેલી સહિત ઘણા ઐતિહાસિક જોવાલાયક સ્થળો છે. (Photo: Rajasthan Tourism)
Goa Trip : ગોવા પ્રવાસ ગોવા દરિયા કિનારે આવેલું ભારતનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. કપલ કે ફેમિલી સાથે અહીં ફરવા આવી શકાય છે. ગોવામાં ઘણા સુંદર દરિયા કિનારાના બીચ, ઐતિહાસિક ઇમારતો અને કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ આવે છે. (Photo: Social Media)
Coorg Trip : કુર્ગ કર્ણાટકનું કુર્ગ દક્ષિણ ભારતનું કાશ્મિર કહેવાય છે. વાદળો સાથે વાતો કરતા ઉંચા પહાડ, ચારે બાજુ હરિયાળી, ગાઢ ધુમ્મસ પ્રવાસીઓને સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. અહીં મંડલપટ્ટી વ્યૂ પોઇન્ટ, નાન્દ્રોલિંગ મઠ, રાજા સીટ, એબી ધોધ,ધોધઇરુપ્પુ ધોધ સહિત ઘણા સ્થળો પર કુદરતી સૌંદર્યનો નજારો માણી શકાય છે. (Photo: Social Media)
Statue of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું સૌથી પ્રખ્યા પ્રવાસન સ્થળ છે. અહીં નર્મદા નદીના કિનારે સરદાર વલ્લભભાઇ પટેલની ગંગનચુંબી 182 મીટર ઉંચી પ્રતિમા જોવાલાયક છે. અહીં બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન પાર્ક, વિશ્વ વન સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Gujarat Tourism
Somnath Dwarka : સોમનાથ દ્વારકા ગુજરાતમાં દ્વારકા સોમનાથ પ્રસિદ્ધ યાત્રાધામ છે. સોમનાથમાં ભગવાન શંકરનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર અને દ્વારકામાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. દ્વારકા અને સોમનાથ વચ્ચે 237 કિમીનું અંતર છે. પ્રવાસી તેમની અનુકુળતા વચ્ચે એક રાઉન્ડમાં બંને મંદિરોના દર્શન કરી શકે છે. દ્વારકા જાઓ તો શિવરાજપુર બીચની મુલાકાત અચૂક લેવી. (Photo: Gujarat Tourism)
Darjeeling : દાર્જલિંગ પશ્ચિમ બંગાળનું પ્રખ્યાત હિલ સ્ટેશન દાર્જલિંગ પહાડોની રાણી કહેવાય છે. અહીંથી બરફાચ્છાદિત હિમાયલના પહાડ, વાદળ અને ગાઢ ધુમ્મસ, પ્રાચીન બૌદ્ધ મઠ પ્રવાસીઓને ખેંચી લાવે છે. અહીં પ્રવાસીઓને અદભુત શાંતિનો અનુભવ થાય છે. (Photo: Social Media)