Top 10 Iconic Bikes In India: ભારતની ટોપ-10 આઇકોનિક બાઇક; સ્પીડ અને સ્ટાઇલિશ લુકથી બાઇક લવરની પહેલી પ્રસંદ બન્યા
Top 10 Iconic Bikes In India : ભારતમાં બાઇક લવર માટે છેલ્લાં કેટલાંક વર્ષો શાનદાર રહ્યાં છે. આ દરમિયાન ઘણી બાઇક્સ લોન્ચ કરવામાં આવી જેણે ખરેખર બાઇકર્સના દિલ જીતી લીધા છે. કેટલીક બાઇકનો ક્રેઝ હજુ પણ યથાવત છે અને તેમની માંગ સતત વધી રહી છે જ્યારે કેટલીક બાઈકનું મેન્યુફેક્ચરિંગ બંધ થઈ ગયું છે પરંતુ તેમ છતાં લોકોમાં તેનો ક્રેઝ ઓછો થયો નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક બાઇકો વિશે જે ભારતની આઇકોનિક બાઇક પૈકીની એક માનવામાં આવે છે
રોયલ એનફિલ્ડ બુલેટ 350 (Royal Enfield Bullet 350) આ બાઇકને 'સ્ટાન્ડર્ડ 350' અથવા 'બુલેટ 350'ના નામે પણ ઓળખવામાં આવે છે. નવી Enfield અથવા UCE એન્જિન સાથે આગામી બુલેટ 350 આ મહિનાના અંતમાં લોન્ચ થવાની ધારણા છે. જો કે, બહુ ઓછા લોકો જમણી બાજુએ ચાર-સ્પીડ ગિયરબોક્સ વાળા જૂના કાસ્ટ આયર્ન 350 વિશે વિચારે છે. પરંતુ તેમ છતાં તેનો ક્રેઝ યુવાનોમાં જોવા મળે છે. બે લાખ કિલોમીટરથી વધુ દોડતી આ બુલેટ્સના આવા ઘણા ઉદાહરણો છે. (Express Photo)
જાવા/યેઝદી (Java/Yezdi) જ્યારે બુલેટ 350નો ક્રેઝ હતો, તે સમયે માર્કેટમાં જાવા એ ટક્કર આપી હતી. જૂના દિવસોમાં બુલેટ 350 તેના લાંબા-સ્ટ્રોક ફોર-સ્ટ્રોક એન્જિન સાથે જટિલ દેખાય છે, પરંતુ જાવા અને યેઝદી તેને ટુ-સ્ટ્રોક એન્જિન વડે સરળ બનાવ્યું હતું. આ મોટરસાઇકલ 250સીસી સિંગલ અને 350સીસી ટ્વીન-સિલિન્ડર મોડલ સાથે આવતી હતી. (Image: Yezdi)
રોયલ એનફિલ્ડ ફ્યુરી(royal enfield fury) ઘણા લોકો રોયલ એનફિલ્ડને લોંગ-સ્ટ્રોક મોટરસાયકલો સાથે જોડે છે જે આજે આપણે જોઈએ છીએ, જો કે, રોયલ એનફિલ્ડે ટુ-સ્ટ્રોક મોટરસાયકલો બનાવી છે અને સૌથી વધુ લોકપ્રિય ફ્યુરી છે. રોયલ એનફિલ્ડ ફ્યુરી 175 એ જર્મન ઝુંડૈપ KS175ની લાઇસન્સ પ્રાપ્ત વર્ઝન હતી. (Photo: www.bikes4sale.in)
યામાહા RX100 (Yamaha RX100) યામાહા RX100 ને કોઈના પરિચયની જરૂર નથી અને તે આજે પણ લોકપ્રિય કલેક્ટર મોટરસાઈકલ છે. Yamaha RX100 જાપાનમાં યામાહા દ્વારા બનાવવામાં આવી હતી અને 1985માં એસ્કોર્ટ્સ ગ્રુપ દ્વારા ભારતમાં વેચવામાં આવી હતી. (Image: Maxabout)
સુઝુકી શોગુન (Suzuki Shogun) તેમાં કોઈ શંકા નથી કે યામાહા આરએક્સ 100 એક પોકેટ રોકેટ બાઇક હતી, પરંતુ સુઝુકી શોગુન જ્યારે ટોપ સ્પીડમાં આવે ત્યારે તે એક પગલું આગળ હતી. સુઝુકી શોગુન RX100 સાથે સીધી સ્પર્ધા કરે છે અને તેનાથી સ્પીડના ફાયદા પણ મળ્યા છે. શોગુનને 1993માં લોન્ચ કરવામાં આવી હતી. (Photo: Cartoq)
કાવાસાકી kb100 (Kawasaki KB100) ભારતમાં ટીવીએસ-સુઝુકી અને યામાહા-એસ્કોર્ટ્સ ભાગીદારીને બજાજે કાવાસાકી KB100 સાથે જવાબ આપ્યો હતો. KB100 KH125, એક 125cc મોટરસાઇકલ હતી, પરંતુ ભારતમાં એન્જિન પ્રતિબંધોને કારણે તેને 100ccમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. KB100 નું ઉત્પાદન 1996 સુધી કરવામાં આવ્યું હતું. (Image: TeamBHP)
હીરો હોન્ડા CBZ (Hero Honda CBZ) Hero Honda CBZની 1999માં લોન્ચ કરવામાં આવી ત્યારે ભારતમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સીબીઝેડ હોન્ડાની મોટી સીબી સીરીઝ જેવું જ હતું પરંતુ તે કદમાં નાનું હતું. તે હોન્ડાના 156.8 સીસી સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત હતું. CBZ એ આધુનિક યુગમાં ડિસ્ક બ્રેક્સ ધરાવતી પ્રથમ મોટરસાઇકલ પણ હતી. ખર્ચની ચિંતાને કારણે CBZ આખરે 2005 માં બંધ કરવામાં આવી હતી કારણ કે ઘણા પાર્ટ્સ જાપાનમાંથી આયાત કરવામાં આવતા હતા, જેના કારણે પડતર ખર્ચ ઘણો વધી જતો હતો. (image: wikipedia.org)
બજાજ પલ્સર (Bajaj Pulsar) બજાજ પલ્સર માત્ર એટલા માટે જ નહીં કે તે CBZ કરતાં વધુ સસ્તું હતું, પણ તે સ્ટાન્ડર્ડ તરીકે આગળની ડિસ્ક બ્રેક ઓફર કરતી હોવાને કારણે પણ ખૂબ લોકપ્રિય બની હતી. માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ આજે તેનો ક્રેઝ એવો જ છે. બજાજ પલ્સરની મસ્ક્યુલર ફ્યુઅલ ટાંકી અને સ્વીપિંગ ટેલ સેક્શન આજે પણ પ્રિય છે. અન્ય મોટરસાઈકલની સરખામણીએ આજે પણ તેનું વેચાણ સૌથી વધુ છે. (Image source: Bajaj Auto)
યામાહા આરડી350 (Yamaha RD350) કેટલાક લોકો કહે છે કે 'RD' નો મતલબ 'રેસિંગ ડેથ', જ્યારે અન્ય કહે છે 'રેસ ડેરિવ્ડ' અને કેટલાક કહે છે 'રાજદૂત'. RX100 ની જેમ જ, RD પણ ભારતમાં એસ્કોર્ટ્સ ગ્રૂપ દ્વારા વેચવામાં આવ્યું હતું અને તે તેના પર્ફોમન્સના પગલે ઝડપથી લોકપ્રિય બન્યું હતું. યામાહા RD350 એ પ્રથમ ટુ-સ્ટ્રોક ટ્વીન-સિલિન્ડર પરફોર્મન્સ મોટરસાઇકલ હતી અને ભારતમાં 6-સ્પીડ ગિયરબોક્સ ધરાવતી પ્રથમ મોટરસાઇકલ હતી. (Image: TeamBHP)