Honeymoon Trip : ગુજરાત નજીક હનિમુન માટે 5 રોમેન્ટિક સ્થળ, પાર્ટનર થઇ જશે ખુશ
Best Honeymoon Destinations Near Gujarat : હનિમુન માટે કપલ રોમેન્ટિક સ્થળો પર જવાનું પસંદ કરે છે, જ્યાં એકબીજા સાથે વધુમાં વધુ સમય વિતાવી શકે છે. અહીં ગુજરાત નજીક 5 રોમેન્ટિક હનિમુન ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે.
Best Honeymoon Destinations Near Gujarat : ગુજરાત નજીક રોમેન્ટિક હનિમુન ડેસ્ટિનેશન લગ્ન બાદ મોટાભાગના કપલ હનિમુન માટે રોમેન્ટિક સ્થળ પર ફરવા જવાનું પસંદ કરે છે. હનિમુન પર બે વ્યક્તિ લગ્ન જીવનની શરૂઆતની યાદગાર ક્ષણોને માણે છે. પાર્ટનર સાથે રોમેન્ટિક, શાંત અને સુંદર સ્થળ હોય તો હનિમુન મજેદાર બની રહે છે. અહીં ગુજરાત આસપાસના હનિમુન સ્થળ વિશે જાણકારી આપી છે,જ્યાં તમે ઓછા બજેટમાં પાર્ટનર સાથે રોમેન્ટિક હનિમુનની મજા માણી શકો છો. (Photo: Freepik)
ઉદયપુર ઉદયપુર રાજસ્થાનનું સૌથી પ્રખ્યાત પ્રવાસ છે, જ્યાં પાર્ટનર સાથે 4 થી 5 દિવસ માટે હનિમુન મનાવવા જઇ શકે છે. ચારે બાજુ અરવલ્લીના પહાડોથી ઘેરાયેલા ઉદયપુરનું વાતાવરણ બારેય માસ આનંદદાયક હોય છે. સિટિ પેલેસ, પિછોલા લેક, સજ્જન ગઢ જેવી ઐતિહાસિક ઇમારતો પણ જોઇ શકાય છે. સ્થાનિક બજારમાંથી રાજસ્થાની હસ્ત શિલ્પની ખરીદી, રાજસ્થાની લોક સંસ્કૃતિ અને ભોજનનો સ્વાદ માણવા લાયક હોય છે. (Photo: Freepik)
માઉન્ટ આબુ માઉન્ટ આબુ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે દરેક ગુજરાતીનું પ્રિય પ્રવાસ સ્થળ છે. અમદાવાદ થી 4 થી 4.30 કલાકના અંતરે આવેલું માઉન્ટ આબુ પાર્ટનર સાથે રોમેન્ટિક હનિમુન માટે પણ ઉત્તમ સ્થળ છે. અરવલ્લીની ઉંચી ગિરિમાળા, ઉંડી ખીણ, પક્ષીઓનો કલવર, શાંત વાતાવરણ હનિમુન માટે માઉન્ટ આબુને ઉત્તમ સ્થળ બનાવે છે. અહીં શિયાળાની ઠંડીમાં બરફ જામી જાય છે અને ઝાકળ જોવા મળે છે. 3 થી 4 દિવસની હનિમુન ટુર માટે માઉન્ટ આબુ બેસ્ટ સ્થળ છે. (Photo: Freepik)
ગોવા ગોવા પણ દરિયા કિનારે સુંદર બીચ ધરાવતું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. સ્વચ્છ પાણી અને ચળકતી રેતી વાળો સુંદર દરિયા કિનારો, ઠંડી હવા અને બંને બાજુ નારિયેળના ઉંચા વૃક્ષોની વચ્ચેથી પસાર થતો વચ્ચો ગોવાની મુલાકાતને યાદગાર બનાવે છે. ગોવાની નાઇટ લાઇફની મજા માણવા જેવી છે. પાર્ટનર સાથે અહીં વિતાવેલી દરેક ક્ષણ યાદગાર રહે છે. (Photo: Freepik)
માથેરાન, મહાબળેશ્વર માથેરાન મહારાષ્ટ્રમાં મુંબઇ નજીક સ્થિત સૌથી સુંદર હિલ સ્ટેશન છે. અહીં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી માથેરાન ભારતનું સૌથી સ્વચ્છ હિલ સ્ટેશન છે. ટ્રોય ટ્રેનમાં બેસીને માથેરાન પહોંચવું પડે છે. મહાબળેશ્વર પણ મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જ્યાંનું સુખદ વાતાવરણ તમારા હનિમુનને રોમેન્ટિક અને યાદગાર બનાવે છે. (Photo: Freepik)
વાયનાડ વાયનાડ કેરળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં અદભુત કુદરતી નજારો જોવા મળે છે. એલચી અને કોફીના બગીચાના ઢોળાવ, સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો, લીલીછમ ઉંડી ખીણ, સુંદર ઝરણાં જોઇ મનને શાંતિ મળે છે. પાર્ટનર સાથે બાણાસુગ સાગર ડેમમાં બોટિંગનો અનુભવ યાદગાર રહે છે. (Photo: Freepik)