Hill Station: ઋષિકેશ નજીક અદભુત હિલ સ્ટેશન, ડેમમાં ફ્લોટિંગ હોમમાં રહેવાની અને ટ્રેકિંગની મજા
Uttarakhand New Tehri Hill Station Visit: ઉત્તરાખંડના ઋષિકેશ નજીક આવેલા નવી ટિહરી હિલ સ્ટેશનનો પ્રવાસ યાદગાર રહે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર નવી ટિહરીમાં ડેમના પાણીમાં ફ્લોટિંગ હોમમાં રહેવાની અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકાય છે.
ઉત્તરાખંડના હિલ સ્ટેશનનો પ્રવાસ હિલ સ્ટેશન માટે ઉત્તરાખંડ શ્રેષ્ઠ છે. ઉત્તરાખંડમાં ઘણા સુંદર હિલ સ્ટેશન આવેલા છે. ઉનાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉત્તરાખંડના હિલ સ્ટેશન પર ફરવા જાય છે. જો તમે એડવેન્ચર લવર્સ છો તો ઉત્તરાખંડમાં એક ખાસ હિલ સ્ટેશનની મુલાકાત લેવી જ જોઇએ. આ હિલ સ્ટેશન ઋષિકેશથી 3 કલાકના અંતરે આવેલું છે. અહીં ડેમના પાણીમાં ફ્લોટિંગ હાઉસમાં રહેવાનો રોમાંચ માણી શકાય છે. (Photo: Social Media)
નવી ટિહરી હિલ સ્ટેશન નવી ટિહરી ઉત્તરાખંડના ઋષિકેશથી 72 કિમી દૂર છે. નવી ટિહરી ઉત્તરાખંડનું સુંદર પહાડી શહરે છે, જેને ચંડીગઢ જેમ માસ્ટર પ્લાનથી વિકસીત કરવામાં આવ્યું છે. તે ઉત્તરાખંડનું એક માત્ર શહેર છે, જે 21મી સદીમાં ભારતના નકશામાં ઉમેરાયું છે. (Photo: Social Media)
નદી સંગમ પર વસેલું નવી ટિહરી શહેર નવી ટિહરી શહેર અદભુત કુદરતી સુંદરતા ધરાવે છે. નવી ટિહરી શહેર ભગીરથી અને ભિલંગના નદીના સંગમ પર બનેલા દેશના સૌથી ઉંચા ટિહરી ડેમ નજીક વસેલું છે. ટિહરી ડેમ નજીક પર્વતોમાં વસેલું આ શહેર ખરેખર અદભૂત જગ્યા છે. (Photo: Social Media)
નવી ટિહરીમાં જોવાલાયક સ્થળ નવી ટિહરી કુદરતી સૌંદર્યથી ભરપૂર ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ઘરની આસપાસ બનેલી સીડી પરથી પસાર થતી વખતે લોકો પહાડી સંસ્કૃતિ અને લોકજીનને નજીકથી માણે છે. નવી ટિહરીનું મનમોહક વાતાવરણ પ્રવાસીઓને શાંતિ આપે છે. અહીં ભાગીરથીપુરમ્, ડોબરા ચાંઠી પુલ, રાનીચૌરી, બાદશાહી થૌલ, ચંબા, બુઢા કેદાર મંદિર, ધનોલ્ટી, કેમ્પટી ફાલ, દેવપ્રયાગ જેવા ઘણા ફરવા લાયક અને દર્શનીય સ્થળો છે. (Photo: Social Media)
પહાડી ભોજનનો સ્વાદ ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન તમે પહાડી ભોજનનો સ્વાદ માણવા મળશે. નવી ટિહરીમાં ભટની દાળ અને અન્ય પહાડી વાનગીઓ ઘણી પ્રખ્યાત છે. અહીં હિમ વર્ષા જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. (Photo: Social Media)
નવી ટિહરીમાં ફ્લોટિંગ હાઉસમાં રહેવાનો આનંદ નવી ટિહરીમાં એડવેન્ચરનો પણ આનંદ માણી શકાય છે. અહી રિવર સાફ્ટિંગ, ફ્લોટિંગ હાઉસમાં રોકાણ, ટ્રેકિંગ, રોક ક્લાઇબિંગ, પેરાગ્લાઇડિંગ જેવી એડવેન્ચર એક્ટિવની મજા માણવા મળે છે. (Photo: Social Media)