Valentine Day 2025: દુનિયાના પાંચ રોમેન્ટિક સ્થળો, જે દરેક કપલને આવે છે પસંદ
World Best Romantic Destinations: વેલેન્ટાઈન ડે એવા પ્રેમના પર્વની યાદગાર ઉજવણી માટે પોતાના પ્રેમી/પ્રેમિકા અથવા જીવનસાથી સાથે પોતાનો સમય પસાર કરી શકે છે. આ માટે ખાસ જગ્યાની પસંદગી કરવી જોઈએ.
World Best Romantic Destinations પ્રેમના પર્વની યાદગાર ઉજવણી માટે પોતાના પ્રેમી/પ્રેમિકા અથવા જીવનસાથી સાથે પોતાનો સમય પસાર કરી શકે છે. આ માટે ખાસ જગ્યાની પસંદગી કરવી જોઈએ. દુનિયાભરમાં ઘણા એવા સ્થળો છે જે ખૂબ જ આકર્ષક અને રોમેન્ટિક છે. આ સ્થળોએ કપલનો પ્રેમ ખીલે છે. તેઓ એકબીજાની વધુ નજીક અનુભવે છે. જો તમે તમારા જીવનસાથી સાથે વેલેન્ટાઇન વીકને ખાસ બનાવવા માંગતા હોવ તો આ રોમેન્ટિક સ્થળોમાંથી એક પસંદ કરો અને તમારા પ્રેમને વધુ ગાઢ બનાવો. આ સ્થળો ફક્ત સુંદર જ નથી પરંતુ ત્યાં પ્રેમ અને રોમાંસની અનુભૂતિ પણ થાય છે. (તસવીર: Freepik)
પેરિસ, ફ્રાંસ પેરિસને પ્રેમનું શહેર કહેવામાં આવે છે. રોમાંસની રાજધાની ગણાતું આ સ્થળ યુગલો માટે એક સ્વપ્ન સમાન બની શકે છે. સદીઓથી, પેરિસના એફિલ ટાવરને શ્રેષ્ઠ રોમેન્ટિક સ્થળ માનવામાં આવે છે, જ્યાં તમે તમારા જીવનસાથી સાથે પ્રેમાળ પોઝ આપીને ફોટા પડાવી શકો છો. સીન નદીમાં ક્રુઝ સવારીનો આનંદ માણી શકો છો. મોનમાર્ટ્રેની સુંદર શેરીઓમાં હાથમાં હાથ નાખીને ફરી શકો છો. (તસવીર: Freepik)
વેનિસ, ઇટાલી ઇટાલીનું વેનિસ શહેર તેની સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. આ સ્થળ યુગલોમાં ખૂબ જ લોકપ્રિય છે. વેનિસ પાણીની વચ્ચે વસેલું શહેર છે, જે તેની ગોંડોલા સવારી અને અદભુત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. ગ્રાન્ડ કેનાલમાં ગોંડોલા રાઈડ લો. સાન માર્કો સ્ક્વેર પર એકબીજા સાથે થોડો સમય વિતાવો. કાફે ફ્લોરિયનમાં મીણબત્તી પ્રગટાવીને રાત્રિભોજન કરો. (તસવીર: Freepik)
ઇસ્તાંબુલ આજકાલ યુગલોમાં ઇસ્તાંબુલ એક રોમેન્ટિક સ્થળ છે જ્યાં બોસ્ફોરસ ડિનર ક્રૂઝ, કામાલિકા હિલ, પિયર લોટી હિલ અને ગલાટા ટાવર પર તેમના જીવનસાથી સાથે વેલેન્ટાઇન સપ્તાહનો આનંદ માણી શકાય છે. (તસવીર: Freepik)
સ્વિટ્ઝર્લૅન્ડ યુગલો બરફીલી ખીણોમાં રોમાંસ માટે સ્વિટ્ઝર્લૅન્ડની મુલાકાત લઈ શકે છે. જો તમને ઠંડી પવન અને સુંદર ખીણો ગમે છે, તો સ્વિટ્ઝર્લૅન્ડ તમારા માટે સંપૂર્ણ પેકેજ સાબિત થઈ શખે છે. અહીં ઇન્ટરલેકન અને ઝુરિચની સુંદર શેરીઓમાં ફરી શકો છો. ટિટ્લિસ અને જંગફ્રાઉમાં બરફના સાહસનો આનંદ માણી શકો છો. લાકડાના કાફેમાં ગરમાગરમ કોફી અને ફોન્ડ્યુનો સ્વાદ માણી શકો છો. (તસવીર: Freepik)