Vitamin D And Hair Loss : વાળ ખરવાની સમસ્યા છે તો થઇ જાઓ એલર્ટ! વિટામિન ડીની ઉણપ હોઈ શકે
Vitamin D And Hair Loss : એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉણપ ધરાવતી સ્ત્રીઓમાં વિટામિન ડીનું પૂરતું સ્તર ધરાવતી સ્ત્રીઓ કરતાં વાળ ખરવાની શક્યતા વધુ હોય છે.
વિટામિન ડી અને હેયરફોલ વચ્ચેનો સંબંધ જાણીતો છે કે જો તમને હેયરલોસ હોય તો ડૉક્ટરો અને નિષ્ણાતો વારંવાર તમારા વિટામિન ડી લેવલને ચેક કરાવવાની સલાહ આપે છે.
અભ્યાસો સૂચવે છે કે વિટામિન ડી તમારા હેયર ગ્રોથ અને તંદુરસ્તી માટે જરૂરી છે કારણ કે તે હેયરના ફોલિકલ્સના વિવિધ માર્ગોમાં સામેલ છે જે હેયર ગ્રોથને પ્રોત્સાહન આપી શકે છે.