Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદથી પાણી જ પાણી, જુઓ 10 તસવીરોમાં કેવી છે સ્થિતિ
Mumbai Rain: મુંબઈમાં સોમવારે સતત ત્રીજા દિવસ પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તસવીરોમાં જુઓ વરસાદના કારણે કેવી છે સ્થિતિ
Mumbai Rain: મુંબઈમાં સોમવારે સતત ત્રીજા દિવસ પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. પાણી ભરાવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આઈએમડીએ આગામી બે દિવસ માટે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. (એક્સપ્રેસ ફોટો)
સોમવારે સવારે 8.30 થી બપોરે 3.30 વાગ્યા સુધી થાણેમાં 93.96 મીમી વરસાદ નોંધાયો હતો, જેનાથી સિઝનનો કુલ વરસાદ 2010.46 મીમી થયો હતો, જે ગયા વર્ષે 2517.89 મીમી હતો.(એક્સપ્રેસ ફોટો)
ભારે વરસાદના કારણે શાળાઓ અને કોલેજો બંધ જાહેર કરવામાં આવી છે. અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે, રાજ્યભરમાં 4 લાખ હેક્ટર પાકને અસર થઈ છે.(એક્સપ્રેસ ફોટો)
માટુંગા પોલીસ સ્ટેશન નજીક રસ્તા પર ભારે પાણી ભરાઈ જવાથી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. છ બાળકો, બે મહિલા સ્ટાફ સભ્યો અને ડ્રાઇવરને લઈ જતી બસ લગભગ એક કલાક સુધી પાણીમાં ફસાઈ હતી. (એક્સપ્રેસ ફોટો)
જાગૃત નાગરિકોએ ઝોન 4 ના ડેપ્યુટી પોલીસ કમિશનર રાગસુધા આર ને પરિસ્થિતિ વિશે જાણ કરી. તાત્કાલિક કાર્યવાહી કરતા માટુંગાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્ર પવાર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બધાને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા.(એક્સપ્રેસ ફોટો)