આજે દરેક ક્રિકેટ પ્રેમી ગ્લેન મેક્સવેલ વિશે વાત કરે છે. મેક્સવેલે અફઘાનિસ્તાન (Aus vs AFG) સામે વર્લ્ડ કપ 2023ની મેચમાં 201 રન બનાવીને પોતાની ટીમને એકલા હાથે જીત અપાવી હતી અને સેમિ ફાઇનલમાં ટિકિટ મેળવી. મેક્સવેલની આ તોફાની ઈનિંગ્સ બાદ તેની ભારતીય મૂળની પત્નીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
મેક્સવેલ અને વિની રમનના લગ્ન માર્ચ 2022માં થયા હતા. આ પહેલા બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી હતી. પરંતુ કોરોનાના કારણે બંનેએ લગ્ન માટે બે વર્ષ રાહ જોવી પડી હતી.
વિનીના કહેવા પ્રમાણે, મેક્સવેલે તેને પ્રપોઝ કર્યું હતું. મેક્સવેલને પહેલી નજરમાં જ વિની રમન સાથે પ્રેમ થઈ ગયો હતો. ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, 2017માં વિનીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર મેક્સવેલ સાથેની તેની તસવીર શેર કરી હતી.
વિની રમન ભારતીય સંસ્કૃતિની ખૂબ નજીક છે. વિન્ની અને મેક્સવેલે ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ-રિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા. વિનીએ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ સાથે બેબી શાવર સેરેમની પણ કરી હતી. (તમામ તસવીરો - Instagram)