World cup 2023 : વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીના તરખાટની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય મેળવ્યો
World cup 2023 semi final : વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીના તરખાટની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય મેળવ્યો હતો. જીત બાદ અમદાવાદમાં ક્રિકેટ પ્રશંસકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. (Express photo by Nirmal Harindran)
આ જીત સાથે ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 1983, 2003, 2011માં ફાઇનલમાં પહોંચ્યું હતું. (Express photo by Nirmal Harindran)
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઇન્ડિયાએ કિવી સામે શાનદાર બેટિંગ કરીને 50 ઓવરમાં 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. (Express photo by Nirmal Harindran)
ન્યૂઝીલેન્ડને જીતવા માટે 398 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો અને આ ટીમે જોરદાર સંઘર્ષ કરતાં મેચ રોમાંચક બનાવી દીધી હતી. કિવી ટીમની બે વિકેટ માત્ર 39 રનમાં પડી ગઈ હતી પરંતુ આ પછી કેપ્ટન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી થઈ હતી અને ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. (Express photo by Nirmal Harindran)
આ પછી શમીએ કેન આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી અને ભારતને રાહત આપી હતી. કેપ્ટન કેને આ મેચમાં 69 રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે ડેરિલ મિચેલે 134 રન ફટકાર્યા હતા. શમીએ 7 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. (Express photo by Nirmal Harindran)