Year Ender 2024 | વર્ષ 2024 માં આ એક્શન ફિલ્મો રહી ટ્રેન્ડિંગમાં, જાણો બોક્સ ઓફિસ કલેકશન
Year Ender 2024 | વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. આ વર્ષે બોલીવુડના ઘણા એકશન મુવી રિલીઝ થયા છે. આવી સ્થિતિમાં આજે અહીં તમને આ વર્ષે રિલીઝ થયેલી પાંચ બેસ્ટ એક્શન ફિલ્મો વિશે જણાવીશું
વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. આ વર્ષે બોલીવુડના ઘણા એકશન મુવી રિલીઝ થયા છે. આવી સ્થિતિમાં આજે અહીં તમને આ વર્ષે રિલીઝ થયેલી પાંચ બેસ્ટ એક્શન ફિલ્મો વિશે જણાવીશું, જેણે થિયેટર પર પ્રભુત્વ જમાવ્યું છે. જેમાંથી બીજા નંબરની ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
પુષ્પા 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની તાજેતરમાં જ રિલીઝ થયેલી પુષ્પા 2 આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની સ્ટોરી લાલ ચંદનની દાણચોરી પર છે. આ ફિલ્મમાં ફહાદ ફાસીલે વિલનની ભૂમિકા ભજવી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ભારતમાં 6 દિવસમાં 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આવી સ્થિતિમાં જો તમે ફિલ્મ જોઈ નથી તો જોઈ લેવી જોઈએ.
કિલ : નિખિલ નાગેશ દ્વારા દિગ્દર્શિત 2024ની એક્શન-થ્રિલર ફિલ્મ કિલને પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. લક્ષ્ય, રાઘવ જુયાલ, આશિષ વિદ્યાર્થી, હર્ષ છાયા, તાન્યા માણિકતલા અને અભિષેક ચૌહાણ જેવા કલાકારોએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ગ્રોસ 47 કરોડની કમાણી કરી હતી.
સિંઘમ અગેન : અજય દેવગનની પાવર પેક્ડ એક્શન ફિલ્મ 'સિંઘમ અગેન' દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ અને અર્જુન કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 389.64 કરોડની કમાણી કરી છે.
દેવરા : જુનિયર એનટીઆરની દેવરા આ વર્ષની શ્રેષ્ઠ એક્શન ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં આવા ઘણા દ્રશ્યો છે, જે તમને તાળીઓ પાડવા અને સીટી વગાડવા માટે મજબૂર કરી દેશે. દેવરા ફિલ્મે વિશ્વમાં ₹ 521 કરોડની કમાણી કરી છે.
કલ્કી 2898 એડી : પ્રભાસની કલ્કી 2898 એડીને પણ થિયેટરોમાં દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ ફિલ્મમાં કરોડો રૂપિયા છપાયા હતા. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન લીડ રોલમાં જોવા મળ્યા હતા.