ચંદ્ર પર ચંદ્રયાન : આ 7 કંપનીઓએ ચંદ્રયાન 3 ની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
Chandrayaan 3 mission contributed companies : ચંદ્રયાન 3 મિશન માટે ઈસરો વૈજ્ઞાનિકોની સાથે દેશની કેટલીક જાણીતી કંપનીઓ જેમાં એલ એન્ડ ટી, મિશ્રા એલોય્સ, ભેલ, એમટીએઆર ટેક્નોલોજીસ, ગદરેજ એરોસ્પેસ, અંકિત એરોસ્પેસ અને વાલચંદનગર ઈન્ડસ્ટ્રી જેવી કંપનીઓએ પણ યોગદાન આપ્યું છે.
Chandrayaan 3 : ઈસરોના ચંદ્રયાન 3 મિશનની સફળતાએ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતના વૈજ્ઞાનિકોએ દુનિયાને બતાવી દીધું છે કે જો મહેનત અને કંઈક કરવાની ઈચ્છા હોય તો લાખો સમસ્યાઓને બાજુ પર રાખીને સફળતા મેળવી શકાય છે. ચંદ્રયાન 3 મિશનમાં વૈજ્ઞાનિકોની સાથે દેશની ઘણી કંપનીઓએ પણ યોગદાન આપ્યું છે, જેણે તેના માટે મહત્વપૂર્ણ વસ્તુઓ બનાવી છે. ચાલો તે કંપનીઓ પર એક નજર કરીએ
L&T : એન્જિનિયરીંગના ક્ષેત્રમાં અનેક માનક નક્કી કરનારી આ કંપનીએ ચંદ્રયાન 3 માટે લોન્ચ વ્હીકલ માટે અને મહત્ત્વની વસ્તુઓ સપ્લાય કરી છે. મહત્ત્વના બૂસ્ટર સેગમેન્ટ પણ આજ કંપનીએ સપ્લાય કર્યા છે.
મિશ્રા એલોય્સ: રાજ્યની માલિકીની મેટલ્સ કંપનીએ ચંદ્ર મિશનમાં ઉપયોગમાં લેવાતા પ્રક્ષેપણ વાહનના વિવિધ ઘટકો માટે કોબાલ્ટ બેઝ એલોય, નિકલ બેઝ એલોય, ટાઇટેનિયમ એલોય અને ખાસ સ્ટીલ્સ જેવી જટિલ સામગ્રીઓ સપ્લાય કરી હતી.
ગોદરેજ એરોસ્પેસ: કંપનીએ મુખ્ય એન્જીન અને થ્રસ્ટર્સ બનાવ્યા છે, જેમાં કોર સ્ટેજ માટે L110 એન્જીન અને ઉપલા સ્ટેજ માટે CE20 એન્જીન થ્રસ્ટ ચેમ્બરનો સમાવેશ થાય છે.
Ankit Aerospace : આ કંપનીનો દાવો છે કે, મિશ્ર ધાતુ ઈશ્પાત, સ્ટેનલેસ સ્ટીલ ફાસ્ટનર, અને વિશેષરૂપે તૈયાર કરેલા ટાઈટેનિયમ બોલ્ટની આપૂર્તિ કરી છે, જે મિશન માટે મહત્ત્વના કારક હતા.
વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ: કંપનીએ જણાવ્યું હતું કે, તેણે લોન્ચ વ્હીકલમાં ઉપયોગમાં લેવાતા ક્રિટિકલ બૂસ્ટર સેગમેન્ટ્સ S200, ફ્લેક્સ નોઝલ કંટ્રોલ ટેન્કેજ અને S200 ફ્લેક્સ નોઝલ હાર્ડવેર પૂરા પાડ્યા છે. (તમામ તસવીરોઃ ISRO)