આઈપીએલ 2023ને લઇને તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે. ત્ચારે આજે 44 વર્ષીય વી.રમેશ કુમારની વાત કરવી છે. વી.રમેશ કુમાર તમિલનાડુ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ ક્યૂરેટર છે. રમેશ કુમાર ચેન્નઇના પ્રતિષ્ઠિત ચિદમ્બરમ સ્ટેડિયમ (M A Chidambaram stadium)માં પીચનો હવાલો સંભાળે છે. હાલ તેઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી એક દિવસીય વન ડે મેચ (One Day International) તેમજ IPL 2023ની તૈયારીમાં લાગી ગયા છે.
રમેશ કુમારની ફેક્ટરી માલિકથી પિચ ક્યૂરેટર સુધીની સફર ઘણી રોમાચિંત છે. આ સ્તરે પહોંચવા માટે રમેશ કુમારને આશરે 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ખરેખર તો વી.રમેશ કુમાર વેપારી છે. તેઓ કાપડની ફેક્ટરીના માલિકી ધરાવે છે. જે અંતર્ગત તે તિરૂપૂરમાં લગભગ 1 હજાર લોકોને રોજગાર આપે છે. રમેશ કુમાર તેના ઉત્પાદનમાંથી મોટા ભાગના હિસ્સો યુરોપ, ઓશિનિયા ક્ષેત્ર તેમજ ઉત્તર અમેરિકામાં નિકાસ કરે છે.
રમેશ કુમારના અભ્યાસ અંગે વાત કરીએ તો તે MBAની ડિગ્રી ધરાવે છે. આ સાથે તેઓ મનોવિજ્ઞાન (Psychology) એમએસ (MS) પણ છે. જોકે રમેશ કુમાર ક્રિકિટમાં કરેલા પરાક્રમને ચર્ચામાં આવ્યા છે. રમેશ કુમારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “તેમની પીચ ક્યૂરેટર બનવાની સફર વર્ષ 2010 આસપાસ શરૂ થઇ હતી, જ્યારે તેમને તેની એકેડેમી તિરૂપૂર સ્કુલ ઓફ ક્રિકેટમાં કોઇ ટર્ફ ક્યૂરેટર ન મળ્યો હતો”. જેને પગલે વર્ષ 2016માં BCCI કોર્સ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું.
વી.રમેશ કુમાર સૌપ્રથમવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2021માં ચેન્નઇમાં ઇંગલેન્ડ સામે ભારતની બે ટેસ્ટ મેચ શ્રેણી માટે પીચ તૈયાર કરી હતી. જે એક ક્યૂરેટર માટે મોટી વાત ગણાય. રમેશ કુમાર માને છે કે, તે TNCAના વિશ્વાસ અને આશાઓ પર ખરા ઉતર્યા છે. જો કે વર્ષ 2023ને થોડાક જ દિવસો બાકી છે. ત્યારે રમેશ કુમાર વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત છે. BCCIએ રમેશ કુમારને સંતુલિત અને ફોર્મેટ અનુરૂપ પીચોને તૈયારી કરવાની ક્ષમતા જોતા વધુ ટર્ફ વિકેટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે.
કોલેજકાળમાં ક્રિકેટ રમનારા રમેશ કુમારને એકેડેમી શરૂ કર્યા બાદ તેમાં ઉંડો રસ પડ્યો હતો. તમને જણાવી દઇએ કે, તમિલનાડુમાં આ પ્રકારની એકેડેમી સૌથી લોકપ્રિય કેન્દ્રોમાંથી એક છે. જેમાં હાલ લગભગ 90 લોકો તાલીમ હેઠળ છે. તેમાંથી અડધાને મફતમાં કોંચિગ અપાઇ રહી છે. જેનો તમામ ખર્ચ એકેડેમી ભોગવે છે.
રમેશ કુમારે કહ્યું કે, TNCAએ સૌપ્રથમ તિરુપૂરમાં આયુ વર્ગના મુકાબલામાં મદદ માટે તેમનો સંપર્ક કર્યો હતો. જે પિંચોને લઇ પ્રતિભાશાળી પ્રતિક્રિયા મળ્યા બાદ રાજ્ય સંધે તેમને એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં હેડ ક્યૂરેટર તરીકે નિયુક્ત કર્યા. જોકે વી.રમેશ કુમારે એક શર્ત રાખી હતી કે, તેઓ મફતમાં સેવા આપશે,
TNCA સચિવ આર.આઇ પલાણીએ કહ્યું કે, અમે વી.રમેશ કુમારને ઓછામાં ઓછુ શુલ્ક લેવા માટે મનાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ તેઓ એક પણ પૈસા લેવાના તેમના નિર્ણય પર અડગ છે. જે અંગે વી.રમેશ કુમારે જણાવ્યું કે, હું અહીંયા પૈસા કમાવવાના હેતુથી નહીં આવ્યો. ઝુનૂન માટે કોણ વેતન લે?
રમેશ કુમારે ઇન્ટવ્યૂમાં પીચ અંગે જણાવ્યું હતું કે, તમારી પાસે એવી પીચ હોવી જોઇએ જેમાં બધા માટે કંઇક હોય. જે મેં પ્રસિદ્ધ ક્યૂરેટર આશીષ ભૌમિક (બંગાળ), તાપસ ચેટર્જી (રાજસ્થાન), સુનીલ ચૌહાણ (હિમાચલ), દલજીત સિંહ (પંજાબ), પી.આર. વિશ્વનાથ (તમિલનાડુ) સહિત પ્રશાંત (કર્ણાટક) પાસેથી શીખ્યું છે.
આ ઉપરાંત રમેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કામના સિલસિલામાં જેટલા પણ વિદેશ પ્રવાસ કર્યા છે, આ દરમિયાન તે ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લે છે. વધુમાં રમેશ કુમારે કહ્યું કે, જ્યારે હું યૂકેમાં સ્થિર હોય ત્યારે અમુક કાઉન્ટિયોથી ગ્રાઉન્ડસમેન સાથે રહેવાની પરવાનગી મેળવું છે, જ્યારે તેઓ પીચ તૈયાર કરે છે.