India A vs Pakistan A Score : ટી 20 ઇમર્જિંગ એશિયા કપ 2024માં તિલક વર્માની કપ્તાની હેઠળ ભારત-એ એ જીત સાથે શરુઆત કરી છે. ભારત-એ એ પાકિસ્તાન-એ સામે 7 રને વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 8 વિકેટે 183 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.
ભારતે જીત સાથે સિરીઝની શરૂઆત કરી હતી. આ જીત સાથે જ ભારતે 2 પોઈન્ટ પણ મેળવ્યા હતા. બંને ટીમો વચ્ચે આ મેચ અલ અમરાતના અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ 1)માં રમાઈ હતી.
તિલક વર્માએ બનાવ્યા 44 રન
ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધારે 44 રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે આ રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે 19 બોલમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 22 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 35 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરાએ 25 રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી સુફિયાન મુકિમે સૌથી વધારે 2 વિકેટ લીધી હતી.
અરાફત મિન્હાસના 41 રન
પાકિસ્તાન તરફથી અરાફત મિન્હાસે સૌથી વધારે 41 રન બનાવ્યા હતા. આ સિવાય યાશિર ખાને 22 બોલમાં 33 રન જ્યારે કાસિમ અકરમે 27 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદે 25 રન ફટકાર્યા હતા. ભારત માટે અંશુલ કંબોજે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રસિક સલામ અને નિશાંત સિંધુએ 2-2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – પીસીબીએ BCCIને પાકિસ્તાનમાં મેચ રમવા પર આપ્યો નવો પ્રસ્તાવ, શું હવે ભારત પાકિસ્તાન જશે?
ભારતની પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), નેહલ વાઢેરા, આયુષ બદોની, રમનદીપ સિંહ, અંશુલ કંબોજ, નિશાંત સિંધુ, રાહુલ ચહર, રસિક સલામ, વૈભવ અરોરા.
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
મોહમ્મદ હારિસ (કેપ્ટન), યાસિર ખાન, ઓમેર યુસુફ, કાસિમ અકરમ, હૈદર અલી, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ ઇમરાન, ઝમાન ખાન, સુફિયાન મોકિમ.





