Virat Kohli-Anushka Sharma: બેક ટૂ બેક સદી ફટકાર્યા પહેલા વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં બાબા નીબ કરૌલીના દર્શન માટે ગયો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ઋષિકેશમાં ધાર્મિક યાત્રા માટે પહોંચ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સ્વામી દયાનંદ ગિરીના આશ્રમની મુલાકાત લીધી હતી, આ પીએમ નરેન્દ્ર મોદીના ગુરુ પણ છે. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આશ્રમમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ છે કે વિરાટ અને અનુષ્કા આશ્રમમાં સાર્વજનિક ધાર્મિક અનુષ્ઠાનમાં પણ ભાગ લેશે અને પછી ભંડારા આયોજિત કરશે. વિરાટ અને અનુષ્કાની ઋષિકેશ યાત્રાના કેટલાક દિવસો પછી બન્નેએ પોતાની પુત્રી વામિકા સાથે વૃંદાવનના એક આશ્રમમાં આશીર્વાદ માંગ્યા હતા.
આ પણ વાંચો – અક્ષર પટેલે મેહા પટેલ સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે ક્રિકેટરની દૂલ્હન
વિરાટ કોહલીનો જૂનો વીડિયો વાયરલ
આ દરમિયાન વિરાટ કોહલીનો જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું મેડિટેશન અને પૂજા-પાઠ તમને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે? તેના પર વિરાટ કોહલી હસતા-હસતા કહે છે કે શું હું પૂજા-પાઠ ટાઇપ લાગું છું?
આ વીડિયો વાયરલ થયા પછી લોકો કોમેન્ટ કરીને વિરાટનો સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે હવે એક પુત્રીના પિતા છે. ત્યારે તે આટલા મેચ્યોર ન હતા, હવે તે પૂજા-પાઠના મહત્વને સમજે છે.
9 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી
ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચની શ્રેણી માટે આવનાર કેટલાક દિવસોમાં ભારતનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ના નામથી લોકપ્રિય આ શ્રેણી 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. જ્યારે વન-ડે શ્રેણી 17 માર્ચથી મુંબઈમાં શરૂ થશે.