IPL 2025 Mega Auction LIVE Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી આજે સાઉદી અરેબિયાના જેદ્દામાં થઈ રહી છે. મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે કારણ કે ઘણા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં સામેલ છે. કેટલાક ભારતીય ખેલાડીઓ છે જેમના પર ટીમ 30 કરોડ રૂપિયા પણ ખર્ચ કરી શકે છે. આઈપીએલની દસ ટીમો પાસે રૂ. 641.5 કરોડનું પર્સ છે, જ્યાં પંજાબ કિંગ્સનું સૌથી વધુ બજેટ રૂ. 110.5 કરોડ છે.
અર્શદીપ સિંહ પંજાબમાં જ રહેશે
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પંજાબમાં જ રહેશે. ટીમે તેના માટે 18 કરોડ રૂપિયા ખર્ચીને RTM કાર્ડનો ઉપયોગ કર્યો છે. 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સનરાઇઝર્સે બિડ વધારીને રૂ. 18 કરોડ કરી હતી. જોકે હવે અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળશે.
આ પણ વાંચો: આઈપીએલ 2025 મેગા હરાજી લાઇવ અપડેટ્સ
કયા વિદેશી ખેલાડીઓને મોટી બોલી મળી શકે છે?
મેગા ઓક્શનમાં જે વિદેશી ખેલાડીઓની બોલી લગાવવામાં આવી શકે છે તેમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનનું નામ ટોચ પર છે. તેના સિવાય ટીમો અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પર પણ પૈસા ખર્ચી શકે છે.
આજે 84 ખેલાડીઓ પર બિડિંગ થશે
મેગા ઓક્શનમાં આજે 84 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં શ્રેયસ અય્યર, રિષભ પંત અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓના નામ સામેલ છે.
હરાજીમાં સૌથી મોટી ઉમરનો ક્રિકેટર કોણ છે?
IPL 2025 મેગા ઓક્શનમાં સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે, જેની ઉંમર 42 વર્ષ છે.





