IND vs PAK: એશિયા કપ 2023 પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સ્વિમિંગ પૂલમાં કરી ઉજવણી, વિરાટ કોહલીને મળી ભેટ

Asia Cup 2023: એશિયા કપ 2023 ભારત પાકિસ્તાન મેચ ભારે રોમાંચ બાદ ભારતે ઐતિહાસિક જીત મેળવી. વિરાટ કોહલી અને કેએલ રાહુલની સદી સાથે અનેક રેકોર્ડ નોંધાયા. ટીમ ઇન્ડિયાએ જીતની સ્વિમિંગ પૂલમાં કેક કટિંગ સાથે કરી શાનદાર ઉજવણી

Written by Haresh Suthar
Updated : September 14, 2023 19:04 IST
IND vs PAK: એશિયા કપ 2023 પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સ્વિમિંગ પૂલમાં કરી ઉજવણી, વિરાટ કોહલીને મળી ભેટ
જીતની ઉજવણી કરતી ટીમ ઈન્ડિયા

એશિયા કપમાં સોમવારે ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનથી હરાવી અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા. ક્રિકેટ ઈતિહાસમાં મોટી કહી શકાય એવી જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાની ઉજવણી પણ એટલી જ શાનદાર હતી. કોલંબોમાં રમાયેલી મેચ પહેલા દિવસે વરસાદના કારણે રિઝર્વ ડેમાં પહોંચી હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે પહેલા બેટિંગ અને પછી શાનદાર બોલિંગ કરીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. જીત ખાસ હોય ત્યારે તેની ઉજવણી પણ એટલી જ ખાસ હોય છે.

ટીમ ઈન્ડિયાએ સ્વિમિંગ પૂલમાં કરી ઉજવણી

BCCIએ ચાહકો માટે ટીમ ઈન્ડિયાનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મેચની શરૂઆતથી લઈને ખેલાડીઓની રિકવરી સુધી બધું જ બતાવવામાં આવ્યું હતું. મેચ બાદ જ્યારે ખેલાડીઓ હોટલ પહોંચ્યા ત્યારે તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.

હોટલના અધિકારીઓ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. ફ્રેશ થયા બાદ તમામ ખેલાડીઓ પૂલ પર પહોંચ્યા. વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને રોહિત શર્મા પૂલમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. શુભમન ગિલ પણ સિનિયર ખેલાડીઓ વચ્ચે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીએ કેક કાપી

વિરાટ કોહલીએ આ મેચમાં 122 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ માત્ર 94 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ખાસ ઇનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે તે હોટલ પહોંચ્યો ત્યારે હોટલના સ્ટાફે તેને કેક કાપવાની ફરજ પાડી હતી. કેક જોઈને કોહલી ખુશ થઈ ગયો. તેણે કેક ખાધી અને પછી બધાનો આભાર માન્યો.

ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે

સુપર-4માં ભારતીય ટીમની આ પ્રથમ જીત હતી. તે પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ સાથે ટોચ પર છે. 228 રનની જીત સાથે તેમનો નેટ રન રેટ પણ +4.560 પર પહોંચી ગયો છે. હવે તેની આગામી મેચ મંગળવારે શ્રીલંકા સામે થવાની છે અને શુક્રવારે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ