Asia Cup 2023, India vs Pakistan : એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારના રોજ મેચ રમાશે. દુનિયાભરની નજર આ મેચ પર રહેશે. આ મેચને લઇને ઘણા ક્રિકેટ એક્સપર્ટ કહી ચુક્યા છે કે જે દબાણને ઝેલવાને વધુ સફળ થશે તે ટીમ જીતશે, એટલે કે ભારત જીતશે અથવા પાકિસ્તાન તેના વિશેની તમામ ટિપ્પણીઓને ટાળી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની વર્તમાન ટીમમાં વર્લ્ડ ક્લાસ ખેલાડીઓની કમી નથી. મેચ બપોરે 3.00 કલાકેથી શરુ થશે.
ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા લેજન્ડ છે તો પાકિસ્તાન પાસે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી, નસીમ શાહ જેવા ખેલાડીઓ છે. પાકિસ્તાન પાસે એવા બેટ્સમેનો અને બોલરોની ખોટ નથી જે મેચનું પાસું પલટાવી નાખવાની તાકાત ધરાવે છે.
પાકિસ્તાન સતત રમી રહ્યું છે વન-ડે ક્રિકેટ
ભારતીય ટીમ તેની છેલ્લી વન-ડે મેચ 1 ઓગસ્ટે વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી અને હવે બરાબર એક મહિના પછી આ ટીમ વન-ડે ફોર્મેટ રમવા માટે મેદાનમાં ઉતરશે. એટલે કે આ દરમિયાન ટીમ ઇન્ડિયા એક મહિના સુધી કોઇ વન ડે મેચ રમી નથી. ખેલાડીઓ સતત રમી રહ્યા નથી અને જો તેમને પાકિસ્તાન જેવી ટીમ સામે ભારે દબાણમાં રમવાનું હશે તો તેનાથી પર્ફોમન્સમાં ફરક પડે છે.
પાકિસ્તાનની વાત કરીએ તો એક મહિનાની અંદર ટીમ ઈન્ડિયા કોઈ વન-ડે મેચ રમી નથી. જ્યારે પાકિસ્તાનની ટીમ શ્રીલંકામાં હતી અને ત્યાં અફઘાનિસ્તાન સામે વન ડે સિરીઝ રમી રહી હતી. આ ટીમે અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું હતું અને સૌથી મોટી વાત એ હતી કે ટીમના ખેલાડીઓ લયમાં દેખાઈ રહ્યા હતા. એટલે કે જો તમે સતત રમી રહ્યા છો તો તેની અસર પ્રદર્શન પર જોવા મળે છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીને લઇને પાકિસ્તાનના ઓલરાઉન્ડરે પોતાની ટીમને આપી ચેતવણી, કહ્યું – તેનાથી બચીને રહેજો
પાકિસ્તાનની ટીમ વધુ સેટ લાગી રહી છે
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો તે લગભગ સેટ લાગે છે અને કયા ખેલાડીએ ટીમમાં શું ભૂમિકા ભજવવી પડશે તે નક્કી છે. આ ટીમમાં મિડલ ઓર્ડરના બેટ્સમેનો અંગે પણ કોઈ મૂંઝવણ નથી અને તેમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, આગા સલમાન, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન જેવા ખેલાડીઓ છે.
ભારતીય ટીમની વાત કરવામાં આવે તો બેટિંગ ક્રમ ખાસ કરીને મિડલ ઓર્ડર અંગે કંઇ સ્પષ્ટ નથી. હવે જો કેએલ રાહુલ નહીં રમે તો તેના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવશે. કિશન ઓપનર છે પરંતુ તેને પાંચમા નંબર પર આવવું પડી શકે છે જ્યાં તેની બેટિંગની પરીક્ષા થશે. સાથે જ જ્યારે તે પાકિસ્તાન સામે પહેલી વખત મેદાન પર આવશે ત્યારે દબાણ રહેશે. જો આમ થશે તો તેની અસર ટીમ પર પડશે.
શ્રેયસ ઐય્યર પર હશે દબાણ
ભારત તરફથી ચોથા નંબર પર શ્રેયસ ઐય્યર બેટિંગ કરશે, જે લગભગ છ મહિના બાદ ઈજામાંથી પરત આવીને પાકિસ્તાન સામે મેચ રમશે. શ્રેયસ આ પ્રેશર મેચમાં કેવો દેખાવ કરી શકે છે તે જોવું રસપ્રદ બની રહેશે. જોકે તેના ઉપર પણ મેચનું દબાણ રહેશે.
ભારતીય બેટિંગનો મદાર મુખ્યત્વે કોહલી અને રોહિત પર
ભારતીય બેટિંગ મુખ્યત્વે રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નિર્ભર છે. જો આ બંને બેટ્સમેન જલ્દી આઉટ થશે તો ટીમ ઇન્ડિયા મુશ્કેલમાં મુકાઇ જશે. જો આ બંને બેટ્સમેન ઝડપથી આઉટ થશે તો ટીમ ઇન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં પાકિસ્તાનના દબાણને સહન કરવાની ક્ષમતા નથી, જેટલું આ મેચ માટે જરૂરી હોવું જોઇએ. આવી સ્થિતિમાં કોહલી અને રોહિતે આ મેચમાં રન બનાવવા પડશે.
શાહીન આફ્રિદીની ઘાતક બોલિંગ
શાહીન આફ્રિદી પાકિસ્તાનની બોલિંગનું મુખ્ય હથિયાર હશે અને આ ડાબોડી બોલર ભારતીય બેટ્સમેનો માટે મોટી સમસ્યા બની શકે છે. શાહીન આફ્રિદી પાસે સ્પીડ તો છે જ સાથે સાથે તે બોલને સ્વિંગ પણ કરાવે છે અને આ ભારતીય ટોચના બેટ્સમેનો માટે ઘાતક સાબિત થઈ શકે છે. શાહીન ફાસ્ટ બોલિંગ સાથે બોલને અંદરની તરફ લાવે છે, જેને રમવામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને મુશ્કેલી પડે છે. શાહીનની ઓપનિંગ ઓવરનો સામનો કરવાની પણ આ બેટ્સમેનો પર મોટી જવાબદારી રહેશે.
ભારત-પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત – રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.
પાકિસ્તાન – ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, અગાહ સલમાન, ઇફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.





