Asia Cup 2023 : નેપાળની ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયા કપમાં ભાગ લઇ રહી છે. બુધવારે તે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમ્યું હતું જેમાં કારમો પરાજય થયો હતો. નેપાળની શરૂઆતની ભલે નિરાશાજનક રહી પણ તેમની કહાની જાણ્યા પછી તમે તેમની હિંમતને જરૂર સલામ કરશો.
પ્રથમ વખત એશિયા કપમાં રમી રહ્યું છે નેપાળ
નેપાળની ટીમને એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનના ગુપ-એ માં રાખવામાં આવી છે. આ બન્ને ટીમો ફક્ત એશિયન ક્રિકેટમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાનો દબદબો બતાવ્યો છે. ફક્ત રમતમાં જ નહીં આર્થિક રીતે પણ ભારત અને પાકિસ્તાનના ક્રિકેટર્સ ઘણા સક્ષમ છે. નેપાળી ક્રિકેટર્સની હાલત સેલેરીનાં મામલામાં ભારતના પટાવાળા કરતા પણ ખરાબ છે. તે ભારતના રોજમદાર મજુર કરતા ફક્ત ડબલ કમાણી જ કરે છે.
આ પણ વાંચો – એશિયા કપ : ટીમ ઇન્ડિયા પલ્લીકેલમાં ક્યારેય હાર્યું નથી, પાકિસ્તાન 11 વર્ષથી આ મેદાન પર જીત્યું નથી
ઘણો ઓછો છે નેપાળી ક્રિકેટર્સનો પગાર
ભારતની જેમ નેપાળમાં પણ ક્રિકેટર્સને વાર્ષિક કરારામાં ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે. ગ્રેડ -એ ના ખેલાડીઓને નેપાળી કરન્સી પ્રમાણે દર મહિને 60,000 રૂપિયા મળે છે. ભારતીય મુદ્રામાં આ રકમ ફક્ત 37729 રૂપિયા છે. જ્યારે બી ગ્રેડ ના ખેલાડીઓને નેપાળી કરન્સીમાં 50 હજાર રૂપિયા (34412 ભારતીય રૂપિયા) અને સી ગ્રેડ ખેલાડીઓને 40000 રૂપિયા (25 હજાર રૂપિયા) મળે છે. ભારતમાં એક સરકારી સંસ્થામાં કામ કરતા પટાવાળાનો પગાર આનાથી વધારે હોય છે.
નેપાળી ક્રિકેટર્સ અને ત્યાના પ્રશંસકોનો ઝનૂન જોવા લાયક
ભારતમાં મનરેગા પ્રમાણે એક દિહાડી મજુરની એક દિવસની કમાણી 600 રૂપિયા છે એટલે કે તે દર મહિને 18 હજાર રૂપિયા કમાણી કરે છે. સેલેરી ભલે ઓછી હોય નેપાળી ક્રિકેટર્સ અને ત્યાના પ્રશંસકોનો ઝનૂન જોવા લાયક છે. હાલના સમયમાં નેપાળી પ્રશંસકોની ઘણી તસવીર વાયરલ થઇ હતી જ્યાં તે પોતાની ટીમને ચીયર કરવા માટે ઝાડ પર ચડી ગયા હતા. નેપાળી ક્રિકેટર્સ માટે આ પ્રેમ સૌથી વધારે તાકાત અને હિંમત છે.





