BAN vs SL T20I, Bangladesh vs Sri Lanka Score Updates : બોલરોના શાનદાર પ્રદર્શન પછી પથુમ નિશાંકાના 50 અને કામિલ મિશારાના અણનમ 46 રનની મદદથી શ્રીલંકાએ એશિયા કપ 2025માં ગ્રુપ બી ની મેચમાં બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 5 વિકેટે 139 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 14.4 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
શ્રીલંકા ઇનિંગ્સ
-કામિલ મિસારાના 32 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 46 રન. ચરિથ અસલંકાના અણનમ 10 રન.
-દાશુન શનાકા 3 બોલમાં 1 રને તન્ઝીમ હસન શાકીબનો શિકાર બન્યો.
-કુશલ પરેરા 9 બોલમાં 1 ફોર સાથે 9 રને એલબી આઉટ થયો.
-પાથુમ નિસાંકા 34 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 50 રને મહેંદી હસનનો શિકાર બન્યો.
-શ્રીલંકાએ 9.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-કુશલ મેન્ડિસ 6 બોલમાં 3 રન બનાવી મુશ્તફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-શ્રીલંકા તરફથી હસરંગાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
-શમીમ હુસૈનના 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 42 રન.
-ઝાકર અલીના 34 બોલમાં 2 ફોર સાથે અણનમ 41 રન.
-બાંગ્લાદેશે 16 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-લિટ્ટન દાસ 26 બોલમાં 4 ફોર સાથે 28 રને હસરંગાની ઓવરમાં કેચ આઉટ.
-મહેંદી હસન 7 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી હસરંગાની ઓવરમાં એલબી આઉટ થયો.
-તૌહિદ હ્રિદોય 9 બોલમાં 8 રને રન આઉટ થયો.
-પરવેઝ હુસૈન ઇમોન 4 બોલમાં ખાતું ખોલાયા વિના કેચ આઉટ થયો.
-તન્ઝીદ હસન 6 બોલમાં ખાતું ખોલાયા વિના નુવાન તુષારાની ઓવરમાં આઉટ થયો.
-શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – ભારત-પાક મેચનો બોયકોટ કરો, પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીની અપીલ
બન્ને ટીમો આ પ્રમાણે છે
બાંગ્લાદેશ : લિટ્ટન દાસ (કેપ્ટન), પરવેઝ હુસૈન ઇમોન, તન્ઝીદ હસન, તૌહિદ હ્રિદોય, શમીમ હુસૈન, ઝાકર અલી, મહેંદી હસન, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન શાકિબ, શોરીફુલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન.
શ્રીલંકા : કુશલ મેન્ડિસ, પાથુમ નિસાંકા, કામિલ મિશારા, કુશલ પરેરા, ચરિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસારંગા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, નુવાન તુષારા.





