એશિયા કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ રઘવાયા થયા, અભિષેક શર્માએ શું કહ્યું

Asia Cup 2025, India vs Pakistan : એશિયા કપ 2025 માં ભારતે સુપર 4 માં પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. ભારતે આ ટૂર્નામેન્ટમાં પાક સામે સતત બીજો વિજય મેળવ્યો છે

Written by Ashish Goyal
Updated : September 22, 2025 15:35 IST
એશિયા કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ રઘવાયા થયા, અભિષેક શર્માએ શું કહ્યું
અભિષેક શર્મા સાથે ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને હારિસ રઉફે રકઝક કરી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup 2025, India vs Pakistan: એશિયા કપ 2025 માં ભારતે સુપર 4 માં પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. સાહિબજાદા ફરહાનની અડધી સદી સિવાય વિરોધી ટીમ ભારતને કોઈ પણ મોરચે પડકારતી જોવા મળી ન હતી. તેમ છતાં આ મેચમાં તમામ એવી બાબતો હાજર હતી જે ભારત-પાકિસ્તાન મેચને અવિસ્મરણીય રમત બનાવે છે. ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો, કેચ છૂટ્યા, રન આઉટ થયા, ગુસ્સો જોવા મળ્યો, એક અઠવાડિયામાં બીજી વખત હાથ મિલાવવામાં ના આવ્યા.

અભિષેક શર્માએ કહ્યું – આજની મેચ ખૂબ જ આસાન હતી

જ્યારે ભારત લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું ત્યારે અભિષેક શર્મા સાથે ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને હારિસ રઉફે રકઝક કરી હતી. શુભમન ગિલે પણ આ મામલે દખલ કરવી પડી હતી. અભિષેક શર્માએ મેચ પછી પ્રેઝન્ટેશનમાં કહ્યું કે આજની મેચ ખૂબ જ આસાન હતી. જે રીતે તેઓ કોઈ કારણ વગર અમારી સાથે ઉલઝ્યા હતા, મને તે બિલકુલ ગમ્યું નહીં, તેથી હું તેમની પાછળ પડી ગયો.

આ રવિવાર ગયા રવિવાર (14 સપ્ટેમ્બર 2025) જેવો ન હતો. તાજેતરના સમયમાં દુશ્મનાવટ બે તરફી રહી છે. પૃષ્ઠભૂમિમાં હેન્ડશેકની બબાલ હતી. મેદાનમાં એક વિચિત્ર બેચેની હતી. મેચ દરમિયાન તીખી રકઝક થઇ હતી. જ્યારે થર્ડ અમ્પાયરે ફખર ઝમાનને સંજુ સેમસનના હાથે કેચ પકડવાને આઉટ આપ્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યાની ખુશી પાકિસ્તાની બેટ્સમેન સહન કરી શક્યા ન હતા. ફખર ઝમાન ત્યાં રોકાયો હતો અને ઉજવણી કરતી ભારતીય દળ તરફ ગુસ્સાથી જોતો રહ્યો હતો.

પાકિસ્તાની બોલરોએ શાબ્દિક યુદ્ધ શરુ કર્યું

જ્યારે ભારત બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય બેટ્સમેનોને ઉશ્કેરવા માટે શાબ્દિક યુદ્ધ શરુ કર્યું હતું. અભિષેક શર્માએ શાહીન આફ્રિદીના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. તેણે અભિષેક શર્માને કંઈક કહ્યું હતું. ઓવરના અંતે બંને લગભગ એકબીજા સાથે ટકરાઈ ગયા હતા. પછીની ઓવરમાં જ્યારે અભિષેક શર્માએ છેલ્લી ક્ષણમાં આરામથી યોર્કર રમ્યો ત્યારે આફ્રિદીના ચહેરા પર વિચિત્ર હાવભાવ દેખાયા હતા.

આ પણ વાંચો – અભિષેક શર્મા બન્યો સિક્સનો શહેનશાહ, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલને જીવનદાન આપવા બદલ શાહીન શાહ આફ્રિદીએ મોહમ્મદ નવાઝને ઠપકો આપ્યો હતો. આ પછી મોહમ્મદ હારિસે અભિષેકને રનઆઉટ કરવાની તક ગુમાવી હતી. શુભમન ગિલે આફ્રિદીની આગલી ઓવરમાં એક્સ્ટ્રા કવર પર બોલ ફટકાર્યો હતો. આ પછી તેણે શાહીન તરફ જોયું અને બેટથી ફોરની દિશા તરફ ઇશારો કર્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ