એશિયા કપ ચેમ્પિયન મહારથી, ભારતે શ્રીલંકાને ફાઇનલ મેચમાં પાંચ વખત હરાવ્યું, જુઓ પરિણામ રેકોર્ડ

Asia Cup 2023 Champion: એશિયા કપ 2023 ફાઇનલ ભારત શ્રીલંકા વચ્ચે ટક્કર છે. એશિયા કપ વન ડે ભારત છ વખત જીત્યું છે અને શ્રીલંકા પાંચ વખત જીત્યું છે. એશિયા કપ 2023 કોણ જીતશે? આવો જાણીએ એશિયા કપ ચેમ્પિયન રેકોર્ડ

Written by Haresh Suthar
Updated : September 17, 2023 15:03 IST
એશિયા કપ ચેમ્પિયન મહારથી, ભારતે શ્રીલંકાને ફાઇનલ મેચમાં પાંચ વખત હરાવ્યું, જુઓ પરિણામ રેકોર્ડ
અત્યાર સુધી 15 વખત એશિયા કપ ટૂર્નામેન્ટ રમાઇ છે (Twitter)


એશિયા કપ ફાઇનલ 2023 માટે ભારત શ્રીલંકા ટકરાયા છે. ભારત શ્રીલંકા ફાઇનલ મેચને લઇને બંને ટીમો જીત માટે દાવેદાર છે. ભારત અને શ્રીલંકા ટીમના યુવા ખેલાડીઓ બેસ્ટ કરવા માટે તૈયાર છે. એશિયા કપની પ્રભાવશાળી બંને ટીમ ફોર્મમાં ચાલી રહી છે. ભારત શ્રીલંકા ફાઇનલ મેચ અગાઉ પણ રસાકસી ભર્યો રહ્યો છે. એશિયા કપ વન ડેમાં ફાઇનલમાં ભારત અને શ્રીલંકા આઠ વખત ટકરાયા છે. જેમાં ભારત પાંચ વખત જીત્યું છે અને શ્રીલંકા ત્રણ વખત જીત્યું છે.

એશિયા કપ ચેમ્પિયન – ભારત અને શ્રીલંકા

એશિયા કપ ચેમ્પિયન બનવામાં ભારત અને શ્રીલંકા મોખરે રહ્યા છે. ભારત છ વખત જ્યારે શ્રીલંકા પાંચ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. એશિયા કપ માટે ભારત અને શ્રીલંકા વચ્ચે જોરદાર ટક્કર રહી છે. એશિયા કપ વન ડે જંગની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે આઠ વખત જંગ ખેલાયો છે. જેમાં ભારતે શ્રીલંકાને પાંચ વખત હરાવ્યું છે જ્યારે શ્રીલંકાએ ભારતને ત્રણ વખત હરાવ્યું છે.

એશિયા કપ પ્રથમ – ભારત બન્યું ચેમ્પિયન

એશિયા કપ વન ડેમાં પ્રથમ ચેમ્પિયન બનવાનો શ્રેય ભારત પાસે છે. વર્ષ 1984માં રમાયેલ પ્રથમ એશિયા કપમાં ભારતે શ્રીલંકાને હરાવી પ્રથમ ટ્રોફી પોતાને નામ કરી હતી. એ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ માટે ભારે ટક્કર રહી છે. ભારતે વર્ષ 1988, 1990 અને 1995 માં સતત ત્રણ વખત શ્રીલંકાને હરાવ્યું હતું. છેલ્લે 2018 માં બાંગ્લાદેશને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. શ્રીલંકા છ વખત ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે બે વખત જીત્યા છે.

ભારત vs શ્રીલંકા – છેલ્લી પાંચ વન ડે

ભારત શ્રીલંકા વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ વન ડે મેચમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. ભારત ચાર વન ડે જીત્યું છે અને માત્ર એક જ મેચમાં શ્રીલંકા સામે હાર્યું છે. જુલાઇ 2021 માં ભારત સામે શ્રીલંકાનો 3 વિકેટથી વિજય થયો હતો. જોકે ત્યાર બાદ રમાયેલી છેલ્લી ચાર વન ડેમાં ભારત હાવી રહ્યું છે. ચાલુ વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં રમાયેલ ત્રણ વન ડેમાં ભારતનો 67 રન, 4 વિકેટ અને 317 રનથી ભવ્ય વિજય થયો હતો. જ્યારે ચાલુ માસમાં એશિયા કપની સુપર 4 મેચમાં ભારત 41 રનથી જીત્યું હતું.

એશિયા કપ વન ડે ચેમ્પિયન

એશિયા કપ 1984 – ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની પ્રથમ ટ્રોફી જીતી

એશિયા કપ 1986 – શ્રીલંકા બન્યું ચેમ્પિયન, પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું

એશિયા કપ 1988 – ભારત બન્યું ચેમ્પિયન, શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું.

એશિયા કપ 1990 – ભારત બન્યું ચેમ્પિયન, શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું.

એશિયા કપ 1995 – ભારત બન્યું ચેમ્પિયન, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું.

એશિયા કપ 1997 – શ્રીલંકા બન્યું ચેમ્પિયન, ભારતને 8 વિકેટથી હરાવ્યું.

એશિયા કપ 2000 – પાકિસ્તાન બન્યું ચેમ્પિયન, શ્રીલંકાને 39 રનથી હરાવ્યું.

એશિયા કપ 2004 – શ્રીલંકા બન્યું ચેમ્પિયન, ભારતને 25 રનથી હરાવ્યું.

એશિયા કપ 2008 – શ્રીલંકા બન્યું ચેમ્પિયન, ભારતને 100 રનથી હરાવ્યું.

એશિયા કપ 2010 – ભારત બન્યું ચેમ્પિયન, શ્રીલંકાને 81 રનથી હરાવ્યું.

એશિયા કપ 2012 – પાકિસ્તાન બન્યું ચેમ્પિયન, બાંગ્લાદેશને 2 રનથી હરાવ્યું.

એશિયા કપ 2014 – શ્રીલંકા બન્યું ચેમ્પિયન, પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું

એશિયા કપ 2018 – ભારત બન્યું ચેમ્પિયન, બાંગ્લાદેશને 3 વિકેટથી હરાવ્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ