IND-A vs BAN-A Asia Cup Rising Stars 2025 Match Cricket Score Updates: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ નો પરાજય થયો છે. બાંગ્લાદેશ-એ એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં ઇન્ડિયા-એ 20 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવી લેતા મેચ ટાઇ પડી હતી. આ પછી સુપર ઓવરમાં બાંગ્લાદેશનો વિજય થયો હતો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત-એ સુપર ઓવરમાં એકપણ રન બનાવી શક્યું ન હતું. જવાબમાં બાંગ્લાદેેશે 1 વિકેટે 1 રન બનાવી લીધો હતો.
ભારત A ઇનિંગ્સ
-નેહલ વાઢેરા 29 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 32 રન.
-આશુતોષ શર્મા 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રને રકીબુલ હસનનો શિકાર બન્યો.
-રમનદીપ સિંહ 11 બોલમાં 3 ફોર સાથે 17 રને કેચ આઉટ.
-જીતેશ શર્મા 23 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 33 રને આઉટ.
-પ્રિયાંશ આર્યા 23 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 44 રને રકીબુલ હસનનો શિકાર બન્યો.
-નમન ધીર 12 બોલમાં 1 ફોર સાથે 7 રને અબુ હૈદરની ઓવરમાં કેચ આઉટ.
-વૈભવ સૂર્યવંશી 15 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 38 રન બનાવી અબ્દુલ ગફારની ઓવરમાં કેચ આઉટ થયો.
બાંગ્લાદેશ A ઇનિંગ્સ
-એસએમ મેહેરોબના 18 બોલમાં 1 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 48 રન.
-માહિદુલ ઇસ્લામ અંકોન 2 બોલમાં 1 રને નમન ધીરનો શિકાર બન્યો.
-હબીબુર રહેમાન સોહન 46 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી 65 રન બનાવી કેચ આઉટ થયો.
-અકબર અલી 9 અને અબુ હૈદર ખાતું ખોલાયા વિના આઉટ.
-હબીબુર રહેમાને 32 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ઝવાદ અબરાર 19 બોલમાં 1 સિક્સર સાથે 13 રને કેચ આઉટ થયો.
-જીશાન આલમ 14 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રને ગુરુજાપનીત સિંહનો શિકાર બન્યો.
– ઇન્ડિયા A ના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – હરભજન સિંહે પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવતા વિવાદ, એકસમયે પાક સામે રમવાની ના પાડી હતી
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઇન્ડિયા A : પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (કેપ્ટન), રમણદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, ગુરુજાપનીત સિંહ, વિજયકુમાર વૈશાક, સુયશ શર્મા.
બાંગ્લાદેશ A : હબીબુર રહેમાન સોહન, જીશાન આલમ, ઝવાદ અબરાર, અકબર અલી (કેપ્ટન), માહિદુલ ઇસ્લામ અંકોન, યાસિર અલી, એસએમ મેહેરોબ, અબુ હૈદર રોની, રકીબુલ હસન, અબ્દુલ ગફાર સકલેન, રિપોન મોંડોલ.





