IND-A vs OMA : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025, ઓમાનને હરાવી ઇન્ડિયા-A સેમિ ફાઇનલમાં પહોંચ્યું

IND-A vs OMA Asia Cup Rising Stars 2025 Match Updates : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ઇન્ડિયા-A એ ઓમાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો. હર્ષ દુબેના 44 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 53 રન.

Written by Ashish Goyal
Updated : November 18, 2025 23:27 IST
IND-A vs OMA : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025, ઓમાનને હરાવી ઇન્ડિયા-A સેમિ ફાઇનલમાં પહોંચ્યું
IND-A vs OMA Asia Cup Rising Stars 2025 Match Updates: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ની 10મી મેચમાં ભારત-એ વિ ઓમાન વચ્ચે મુકાબલો

IND-A vs OMA Asia Cup Rising Stars 2025 Match Cricket Score Updates: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ હર્ષ દુબેના અણનમ 53 રનની મદદથી ઇન્ડિયા-A એ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં ઓમાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ઓમાને 20 ઓવરમાં 7 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.5 ઓવરમાં 4 વિકેટે 138 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી.

ઇન્ડિયા-A ઇનિંગ્સ

-હર્ષ દુબેના 44 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 53 રન. જીતેશ શર્માના 1 બોલમાં અણનમ 4 રન.

-નેહલ વઢેરા 24 બોલમાં 1 સિક્સર સાથે 23 રન બનાવી કેચ આઉટ થયો.

-નમન ધીરના 19 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 30 રન.

-વૈભવ સૂર્યવંશી 13 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી જય ઓડેદરાની ઓવરમાં કેચ આઉટ.

-પ્રિયાંશ આર્યા 6 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી કેચ આઉટ થયો.

ઓમાન ઇનિંગ્સ

-ભારત તરફથી સુયશ શર્મા અને ગુરુજાપનીત સિંહે સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી

-વસીમ અલીના 45 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 54 રન.

-સુફિયાન મદમૂદ 8 રન અને મુઝાહિર રઝા 00 રને ગુરુજાપનીત સિંહની ઓવરમાં આઉટ થયા.

-ઝિક્રિયા ઈસ્લામ 3 બોલમાં ખાતું ખોલાયા વિના સુયશ શર્માનો બીજો શિકાર બન્યો.

-આર્યન બિષ્ટ 5 બોલમાં 4 રન બનાવી આઉટ.

-નારાયણ સૈશિવ 14 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી નમન ધીરની ઓવરમાં કેચ આઉટ.

-કરણ સોનાવાલે 19 બોલમાં 12 રન બનાવી સુયશ શર્માનો શિકાર બન્યો.

-હમ્માદ મિર્ઝા 16 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 32 રને કેચ આઉટ.

-ઓમાન સામે ઇન્ડિયા A ના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો – શું શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ નહીં રમી શકે? જાણો લેટેસ્ટ અપડેટ

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઇન્ડિયા A : પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (કેપ્ટન), રમણદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, ગુરુજાપનીત સિંહ, વિશાલ વિજયકુમાર, સુયશ શર્મા.

ઓમાન : હમ્માદ મિર્ઝા (કેપ્ટન), કરણ સોનાવાલે, વસીમ અલી, નારાયણ સૈશિવ, આર્યન બિષ્ટ, ઝિક્રિયા ઈસ્લામ, સુફિયાન મહમૂદ, મુઝાહિર રઝા, સમય શ્રીવાસ્તવ, શફીક જાન, જય ઓડેદરા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ