એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ, જાણો કઇ સિઝનમાં કઇ ટીમ વિજેતા બની, કોણે જીત્યા છે સૌથી વધારે ટાઇટલ

Asia Cup Winners List 1984 -2025 : એશિયા કપ 2025 ની શરૂઆત 9 સપ્ટેમ્બરે થશે અને 28 સપ્ટેમ્બર ફાઇનલ મુકાબલો રમાશે. એશિયા કપની આ 17મી સિઝન રમાશે. એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી. જાણો અત્યાર સુધીમાં કોણ-કોણ ચેમ્પિયન બન્યું છે

Written by Ashish Goyal
Updated : September 03, 2025 14:50 IST
એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ, જાણો કઇ સિઝનમાં કઇ ટીમ વિજેતા બની, કોણે જીત્યા છે સૌથી વધારે ટાઇટલ
ભારતીય ટીમ એશિયા કપ 2023માં ચેમ્પિયન બની હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup Winners List 1984 -2025 : એશિયા કપ 2025 ભારતની યજમાનીમાં સંયુક્ત આરબ અમિરાતના દુબઈ અને અબુધાબીમાં રમાશે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 9 સપ્ટેમ્બરે થશે અને 28 સપ્ટેમ્બર ફાઇનલ મુકાબલો રમાશે. એશિયા કપની આ સિઝનમાં કુલ 19 મુકાબલા ખેલાશે, જેમાં 8 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે.

એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી

એશિયા કપની આ 17મી સિઝન રમાશે. એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી. તે સમયે આ ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી, જેમાં ભારત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું. આ ટૂર્નામેન્ટ ODI અને T20 બંને ફોર્મેટમાં રમાય છે, જે વર્લ્ડ કપના ફોર્મેટ સાથે સુસંગત છે.

ભારતે એશિયા કપનું ટાઇટલ સૌથી વધુ વખત જીત્યું

ભારતે સૌથી વધારે એશિયા કપનું ટાઇટલ સૌથી વધુ વખત જીત્યું છે. ટીમ ઇન્ડિયાએ વન-ડે ફોર્મેટમાં 7 વખત અને T20 ફોર્મેટમાં એક વાર આ ટ્રોફી જીતી છે. એટલે કે કુલ 8 વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે શ્રીલંકાએ વન-ડેમાં 5 વખત અને T20 ફોર્મેટમાં એક વાર આ ટાઇટલ જીત્યું છે. એટલે કે તે 6 વખત ચેમ્પિયન બન્યું છે.

એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ 1984-2025

વર્ષવિજેતારનર્સ અપહોસ્ટ
1984ભારતશ્રીલંકાયુએઈ
1986શ્રીલંકાપાકિસ્તાનશ્રીલંકા
1988ભારતશ્રીલંકાબાંગ્લાદેશ
1990-91ભારતશ્રીલંકાબાંગ્લાદેશ
1995ભારતશ્રીલંકાયુએઈ
1997શ્રીલંકાભારતશ્રીલંકા
2000પાકિસ્તાનશ્રીલંકાબાંગ્લાદેશ
2004શ્રીલંકાભારતશ્રીલંકા
2008શ્રીલંકાભારતપાકિસ્તાન
2010ભારતશ્રીલંકાશ્રીલંકા
2012પાકિસ્તાનબાંગ્લાદેશબાંગ્લાદેશ
2014શ્રીલંકાપાકિસ્તાનબાંગ્લાદેશ
2016ભારતબાંગ્લાદેશબાંગ્લાદેશ
2018ભારતબાંગ્લાદેશયુએઈ
2022શ્રીલંકાપાકિસ્તાનયુએઈ
2023ભારતશ્રીલંકાપાકિસ્તાન/શ્રીલંકા
2025યુએઈ

પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે બાંગ્લાદેશ હજુ સુધી એક પણ ફાઇનલ જીતી શક્યું નથી, જોકે તેઓ ત્રણ વખત રનર્સ-અપ રહ્યું છે. એશિયા કપની છેલ્લી સિઝન 2023માં રમાઇ હતી. જેમાં ભારત શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચો – એશિયા કપ 2025 નો કાર્યક્રમ, …તો ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાશે

આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં યોજાશે

ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં એશિયા કપનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે. એશિયા કપની અગાઉની આવૃત્તિ 2023ના ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ વન ડે ફોર્મેટમાં રમાઈ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ