એશિયન ગેમ્સ : બજરંગ પુનિયા, વિનેશ ફોગાટને ટ્રાયલ્સમાં છૂટ આપવાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા રેસલર્સ

Asian Games 2023 : હિસારના ભાગના ગામના રહેવાસી અંતિમ પંઘાલે પત્રકારોને જણાવ્યું હતું કે માત્ર તે જ નહીં, 53 કિગ્રા કેટેગરીમાં અન્ય ઘણા કુસ્તીબાજો છે જે વિનેશને હરાવી શકે છે

Written by Ashish Goyal
July 20, 2023 03:00 IST
એશિયન ગેમ્સ : બજરંગ પુનિયા, વિનેશ ફોગાટને ટ્રાયલ્સમાં છૂટ આપવાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા રેસલર્સ
બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ (તસવીર - એએનઆઈ)

Asian Games 2023 : બજરંગ પુનિયા અને વિનેશ ફોગટને એશિયન ગેમ્સની ટ્રાયલ્સમાંથી છૂટ આપવાના ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ની એડ-હોક પેનલના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયા છે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટની કેટેગરીમાં રમનાર વિશાલ કાલીરમાન અને અંતિમ પંઘાલ અને તેમના પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શન કરી રહેલા રેસલર્સ હિસારના છોટુ રામ ચોક ખાતે એકઠા થયા હતા અને દરેક ભાર કેટેગરીમાં ટ્રાયલની માંગ કરી હતી.

રસ્તા પર ઉતર્યા રેસલર્સ

આ પહેલવાનોમાં અંતિમ પંઘાલ ઉપરાંત બજરંગની વેઇટ કેટેગરીમાં ભાગ લેનારા વિશાલ કાલિરમણના પરિવારના સભ્યો પણ સામેલ હતા. હિસારના બાબા લાલદાસ અખાડા અને દિલ્હીના પ્રખ્યાત છત્રસાલ સ્ટેડિયમના કુસ્તીબાજો ઉપરાંત આસપાસના ગામોના વરિષ્ઠ નાગરિકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. અમિત પંઘાલના પિતા રામ નિવાસે પીટીઆઈને જણાવ્યું હતું કે અમે આઇઓએની એડ-હોક પેનલના નિર્ણયના વિરોધમાં અહીં એકઠા થયા છીએ.” અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને અમારા પ્રદર્શન ચાલુ રાખવા માટે જલ્દી નિર્ણય કરીશું.

આ પણ વાંચો – બ્રિજ ભૂષણ શરણ સિંહને વચગાળાના જામીન, હવે આગામી સુનાવણી 20 જુલાઈએ થશે

અમિત પંઘાલ અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન છે

ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ (65 કિગ્રા) અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે (53 કિગ્રા) દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે એક મહિના સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ અમિત પંઘાલ 53 કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન છે.

ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ધરણાં પ્રદર્શન કરવા કુસ્તીબાજો તૈયાર

અંતિમે પહેલા જ એક વીડિયો જાહેર કરીને વિનેશને મહિલાઓની 53 કિલોની કેટેગરીમાંથી છૂટ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. હિસારના ભાગના ગામના રહેવાસી અંતિમ પંઘાલે પત્રકારોને જણાવ્યું હતું કે માત્ર તે જ નહીં, 53 કિગ્રા કેટેગરીમાં અન્ય ઘણા કુસ્તીબાજો છે જે વિનેશને હરાવી શકે છે. તેણે કહ્યું કે બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાન્યુઆરીમાં બજરંગ અને વિનેશનું સમર્થન કર્યા બાદ હવે તેને લાગે છે કે તેની સાથે છેતરપિંડી થઇ છે. અંતિમ પંઘાલના શરુઆતના કોચમાં સામેલ લિલી સિસાઈએ કહ્યું કે જો આ છૂટ પાછી ખેંચવામાં નહીં આવે તો તેઓ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ધરણાનું આયોજન કરશે. આ જ સ્ટેડિયમમાં 22 અને 23 જુલાઈએ ટ્રાયલ્સ યોજાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ