Australia vs Pakistan : ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન પ્રથમ વન ડે : મિચેલ સ્ટાર્ક (3 વિકેટ) સહિત બોલરોની શાનદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની પ્રથમ વન-ડેમાં 2 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરતા 46.4 ઓવરમાં 203 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 33.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. પાકિસ્તાન તરફથી સૌથી વધારે મોહમ્મદ રિઝવાને 44 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઇગ્લિશે સૌથી વધારે 49 રન બનાવ્યા હતા. 33 રનમાં 3 વિકેટ ઝડપનાર મિચેલ સ્ટાર્કને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન 3 વન ડે મેચ સીરીઝ રમવાનું છે. જે અંતર્ગત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે પ્રથમ વન ડે મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરતાં પાકિસ્તાન પહેલા બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યું છે. જોકે ઓસ્ટ્રેલિયા બોલરોએ પાકિસ્તાની બેટસમેનોનો પુરા હાથ ખોલવા દીધા ન હતા. જોકે મિડલ ઓર્ડર બેટસમેને બાજી સંભાળી લેતાં પાકિસ્તાન 203 રન બનાવી શક્યું છે.
ઓસ્ટ્રેલિયા સ્કોર – 204 રન 8 વિકેટ
- મેટ શોર્ટ : 1 રન 4 બોલ, કેચ સેમ અયૂબ બોલ નાસિમ શાહ
- જેક ફ્રેસર મેકગુર્ક : 16 રન 14 બોલ 1 ફોર, કેચ ઇરફાન ખાન બોલ નાસિમ શાહ
- સ્ટિવ સ્મિથ : 44 રન 46 બોલ 6 સિક્સ, સેમ અયૂબ બોલ હેરિસ રૌફ
- જોશ ઇન્ગ્લિસ : 49 રન 42 બોલ 4 ફોર 3 સિક્સ, કેચ ઇરફાન ખાન બોલ શાહિન અફ્રિદી
- મોર્નુસ લાબુસચેન્જ : 16 રન 13 બોલ 2 ફોર, કેચ ઇરફાન ખાન બોલ હેરિસ રૌફ
- એરોન હાર્ડી : 10 રન 19 બોલ 1 ફોર, બોલ્ડ મોહમ્મદ હસનૈન
- ગ્લેન મેક્સવેલ : 0 રન 1 બોલ, કેચ મોહમ્મદ રિઝવાન બોલ હેરિસ રૌફ
- સીન અબોટ્ટ : 3 રન 12 બોલ રમતમાં
- પેટ કમિન્સ : 8 રન 4 બોલ 1 ફોર રમતમાં
શાહિન અફ્રિદી અને નાસિમ શાહ એક એક વિકેટ
પાકિસ્તાન તરફથી બોલિંગ કરતાં શાહિન અફ્રિદી અને નાસીમ શાહને એક એક વિકેટ મળી છે. શાહિન આફ્રીદીએ 4 ઓવર કરી છે. 18 રન આપી એક વિકેટ મેળવી છે. જ્યારે નાસિમ શાહે 5 ઓવરમાં 35 રન આપી એક વિકેટ ઝડપી છે. મોહમ્મદ હુસૈન 3 ઓવર નાંખી છે જેમાં 15 રન આપ્યા છે.
પાકિસ્તાન સ્કોર – 203 રન
- અબ્દુલ્લાહ શાફિક : 12 રન 26 બોલ 1 ફોર કેચ જોશ ઇન્ગિલ્સ બોલ મિચેલ સ્ટાર્ક
- સેમ અયૂબ : 1 રન 5 બોલ બોલ્ડ મિચેલ સ્ટાર્ક
- બાબર આઝમ : 37 રન 44 બોલ 4 ફોર, બોલ્ડ એડમ ઝમ્પા
- મોહમ્મદ રિઝવાન : 44 રન 71 બોલ 2 ફોર 1 સિક્સ , કેચ જોશ ઇન્ગ્લિસ બોલ માર્નુસ લાબુસચેન્જ
- કામરાન ગુલામ : 5 રન 6 બોલ 1 ફોર, કેચ જોશ ઇન્ગ્લિસ બોલ પેટ કમિન્સ
- સાઇમન અલી અગાહ : 12 રન 29 બોલ 1 ફોર, કેચ મેટ શોર્ટ બોલ સીન અબ્બોટ
- ઇરફાન ખાન : 22 રન 35 બોલ 2 ફોર રન આઉટ
- શાહીન અફ્રિદી : 24 રન 19 બોલ 3 ફોર 1 સિક્સ , બોલ્ડ મિચેલ સ્ટાર્ક
- નાસિમ શાહ : 40 રન 39 બોલ 1 ફોર 4 સિક્સ , કેચ મિચેલ સ્ટાર્ક બોલ પેટ કમિન્સ
- હેરિસ રૌફ : 0 રન 3 બોલ, બોલ્ડ એડમ ઝમ્પા
- મોહમ્મદ હેસનૈન : 2 રન 4 બોલ અણનમ
મિચેલ સ્ટાર્ક 3 વિકેટ
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 3 વિકેટ મિચેસ સ્ટાર્ક ને મળી છે. સ્ટાર્કે 10 ઓવરમાં 3 મેડન ઓવર નાંખી 33 રન આપ્યા હતા. પેટ કમિન્સ 9.4 ઓવર 1 મેડન 39 રન અને 2 વિકેટ. એડમ ઝમ્પાને 2 વિકેટ મળી હતી. ઝમ્પાએ 10 ઓવરમાં 64 રન આપી્યા હતા. જ્યારે સીન અબોટ્ટે 8 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. માર્નુસ લેબુસચેન્જે 1 ઓવરમાં 5 રન આપી 1 વિકેટ મેળવી હતી.





