AUS vs IND Live: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર વિના વિકેટ 172 રન

Australia vs india 1st test live score border gavaskar trophy 2024 | ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ લાઇવ સ્કોર, ખેલાડીઓનું પ્રદર્શન, અને તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે અહિં ક્લિક કરો. લાઇવ સમાચાર ગુજરાતી ભાષામાં

Written by Haresh Suthar
Updated : November 23, 2024 17:45 IST
AUS vs IND Live: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર વિના વિકેટ 172 રન
Australia vs india 1st test border gavaskar trophy 2024 | ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ (ફોટો ક્રેડિટ બીસીસીઆઇ સોશિયલ મીડિયા)

Australia vs India 1st Test Live Cricket Score: ભારતે ટોસ જીતી પ્રથમ દાવ લેતાં શરુઆત નબળી રહી હતી અને ટીમ ઇન્ડિયા માત્ર 49.4 ઓવરમાં 150 રન બનાવી ઓલ આઉટ થઇ હતી. જોકે બાદમાં ભારતીય બોલરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન બતાવતાં ઓસ્ટ્રેલિયાની વિકેટો સસ્તામાં પાડી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસના અંતે 67 રનમાં 7 વિકેટ સ્કોર હતો. આજે બીજા દિવસની રમત ચાલી રહી છે. જુઓ લાઇવ અપડેટ

Read More
Live Updates

AUS vs IND Live Cricket Score: 2જો દિવસ પૂર્ણ ભારત 218 રનથી આગળ

બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર વિના વિકેટ પર 172 રન છે. યશસ્વી જયસ્વાલ 90 રન પર અને કે એલ રાહુલ 62 રન બનાવી રમતમાં છે. ભારત પ્રથમ ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં છે. ભારતે આ સાથે ઓસ્ટ્રેલિયા પર 218 રનની લીડથી આગળ છે.

AUS vs IND Live Cricket Score: જયસ્વાલ 50 અને ભારત 100 રન

ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અર્ધી સદી પુરી કરી. જયસ્વાલે 123 બોલમાં 50 રન બનાવ્યા છે. કે એલ રાહુલ (41 રન) સાથે રમતમાં છે. ભારતનો સ્કોર વિના વિકેટ 100 રન છે.

AUS vs IND Live Cricket Score: ભારત વિના વિકેટ 84 રન

ભારતીય ઓપનર જયસ્વાલ અને કે એલ રાહુલે ધીરજપૂર્વક રમત બતાવતાં ભારત લંચ સુધીમાં વિના વિકેટ 84 રન બનાવ્યા છે. જયસ્વાલ 42 અને કે એલ રાહુલ 34 રન બનાવી રમતમાં છે. બીજા સેશનના અંત સુધીમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 130 રનની લીડ મેળવી છે.

AUS vs IND Live Cricket Score: ભારત 2જી ઇનિંગ વિના વિકેટ 75 રન

ઓસ્ટ્રેલિયાને 104 રનમાં પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ માટે મેદાનમાં ઉતરી છે. 21 ઓવરમાં ભારતે વિના વિકેટ 75 રન બનાવ્યા છે. જયસ્વાલ 38 રન અને કે એલ રાહુલ 29 રન બનાવી રમતમાં છે.

Aus vs Ind Live cricket Score: ઓસ્ટ્રેલિયા 104 રન ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 51.2 ઓવરમાં 104 રનના સ્કોર પર ઓલ આઉટ. આ સાથે ભારતને મળી 46 રનની લીડ મળી છે. હર્ષિત રાણાના બાઉન્સર પર મારવા જતાં સ્ટાર્ક વિકેટકિપર ઋષભ પંતના હાથમાં કેચ પકડાયો

Aus vs Ind 1st Test Score: જસપ્રીત બુમરાહ 5 વિકેટ

બૂમ બૂમ બૂમરાહ! ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયન ખેલાડી માટે ઘાતક બન્યો. બુમરાહે 16 ઓવરમાં 5 મેડન અને 29 રન આપી મહત્વની 5 વિકેટ ઝડપી જ્યારે મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી છે. નીતીશ રેડ્ડીને વિકેટ મળી નથી.

Aus vs Ind Live Score: ઓસ્ટ્રેલિયા 93 રન 9 વિકેટ

39.3 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટ પર 93 રન છે. સ્ટાર્ક 18 રન પર અને હેઝલવુડ 5 રને રમતમાં છે.

Aus vs Ind 1st Test 2nd Day Live Score

બીજા દિવસે રમત આગળ વધારતાં ઓસ્ટ્રેલિયાએ 70 રનના સ્કોર પર એ કેરી આઉટ થતાં 8મી વિકેટ અને 79 રનના સ્કોર પર લાયન આઉટ થતાં 9મી વિકેટ ગુમાવી હતી.

Aus vs Ind 1st Test

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે 1લી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારે રોમાંચક રહ્યો હતો. ભારત પ્રથમ ઇનિંગમાં 150 રનમાં ઓલ આઉટ થયું હતું અને જવાબમાં ભારતીય બોલર્સે પણ પોતાની શક્તિનો પરચો આપ્યો હતો. દિવસના અંત સુધીમાં ભારતે ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ 67 રનમાં પાડી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ