scorecardresearch

Sania Mirza : સાનિયા મિર્ઝા કારકિર્દીના અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલથી ચૂકી, મેલબોર્નમાં સ્પીચ આપતા રડી પડી

Australian Open 2023 : સાનિયા મિર્ઝાએ કહ્યું – મારી પ્રોફેશનલ કારકિર્દીની સફર મેલબોર્નથી શરુ થઇ હતી. મારી ગ્રાન્ડસ્લેમ કારકિર્દીનો અંત આનાથી વધારે સારા એરિનામાં થઇ શકે નહીં

Sania Mirza : સાનિયા મિર્ઝા કારકિર્દીના અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલથી ચૂકી, મેલબોર્નમાં સ્પીચ આપતા રડી પડી
અંતિમ ગ્રાન્ડસ્લેમ પછી સાનિયા મિર્ઝા સ્પીચ આપતા ભાવુક બનીને રડી પડી હતી (Videograb)

Sania Mirza Emotional final address: છ ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશિપ જીતનાર ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) શુક્રવારે પોતાના અંતિમ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં હારી ગઇ છે. લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલયન જોડીએ ભારતની સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીને 7-6(2), 6-2થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. અંતિમ ગ્રાન્ડસ્લેમ પછી સાનિયા મિર્ઝા સ્પીચ આપતા ભાવુક બનીને રડી પડી હતી.

ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સની ફાઇનલ પછી સાનિયા મિર્ઝાએ કહ્યું કે હું હજુ વધારે ટૂર્નામેન્ટ રમવાની છું. મારી પ્રોફેશનલ કારકિર્દીની સફર મેલબોર્નથી શરુ થઇ હતી. મારી ગ્રાન્ડસ્લેમ કારકિર્દીનો અંત આનાથી વધારે સારા એરિનામાં થઇ શકે નહીં. મારી શરૂઆત મેલબોર્ન 2005માં થઇ હતી જ્યારે મારે અહીં ત્રીજા રાઉન્ડમાં 18 વર્ષની ઉંમરમાં સેરેના વિલિયમ્સ સાથે રમવાનું હતું.

આ પણ વાંચો – 4670 કરોડ રૂપિયામાં વેચાઇ મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો, અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ માટે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી

રોડ લેવર એરિના મારા માટે વિશેષ રહ્યું

સાનિયા મિર્ઝાએ કહ્યું કે મને અહીં વારંવાર આવવા, કેટલીક ટૂર્નામેન્ટ જીતવા અને તમારા બધા વચ્ચે શાનદાર ફાઇનલ રમવાનું સૌભાગ્ય મળ્યું. રોડ લેવર એરિના વાસ્તવમાં મારા જીવનમાં વિશેષ રહ્યું છે. મારી ગ્રાન્ડસ્લેમ કારકિર્દીનો અંત આનાથી વધારે સારા એરિનામાં થઇ શકે નહીં. મને અહીં ઘર જેવો અનુભવ કરાવવા માટે ઘણો-ઘણો આભાર.

ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સ ફાઇનલ

ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સ ફાઇનલની વાત કરવામાં આવે તો બ્રાઝિલની લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડીએ ટાઇબ્રેકરમાં 3-0થી લીડ મેળી લીધી હતી. સાનિયા અને બોપન્નાએ 3-2થી વાપસી કરી પણ ભારતીય જોડી માટે આ અંતિમ અંક હતો. તે સતત બે ઓવરહેડ્સથી ચૂકી ગયા, જેમાં સેટ પોઇન્ટ પર સાનિયા મિર્ઝાનો નેટમાં શોટ પણ સામેલ હતો.

Web Title: Australian open sania mirza in tears during her final address

Best of Express