bcci annual central contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) બુધવારે 2023-24 ની સિઝન (ઓક્ટોબર 1, 2023 થી 30 સપ્ટેમ્બર, 2024) માટે ટીમ ઈન્ડિયા (સીનિયર્સ પુરુષ)ના વાર્ષિક ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયર અને ઈશાન કિશનની વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે પસંદગી કરવામાં આવી નથી. આ યાદીમાં કુલ 30 ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ બન્ને ખેલાડીઓને લઇને કહ્યું કે શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા અંગે વિચારણા કરવામાં આવી નથી. આ યાદીમાં કુલ 30 ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈએ શું કહ્યું
બોર્ડે એ પણ માહિતી આપી છે કે આ ઉપરાંત જે ખેલાડીઓ આ સમયગાળામાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ કે 8 વન ડે કે 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના માપદંડને પૂર્ણ કરે છે તેમને ગ્રેડ સી માં સામેલ કરવામાં આવશે. એટલે કે ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન અત્યાર સુધી 2 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જો તે ધર્મશાળા ટેસ્ટ મેચ એટલે કે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની 5મી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે તો તેને ગ્રેડ સી માં સામેલ કરવામાં આવશે.
સિનિયર સિલેક્શન કમિટિએ આકાશ દીપ, વિજયકુમાર વૈશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્યુત કાવેરપ્પા માટે ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટની પણ ભલામણ કરી છે. બીસીસીઆઈએ ભલામણ કરી છે કે બધા ખેલાડી રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ ન કરતા હોય ત્યારે આ ગાળા દરમિયાન ઘરેલું ક્રિકેટનમાં ભાગ લેવાને પ્રાથમિકતા આપે.
આ પણ વાંચો – ધર્મશાળા ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની થશે વાપસી? બે ખેલાડીઓને આરામ આપી શકે છે રોહિત શર્મા
કોને કેટલા રૂપિયા મળશે?
ગ્રેડ એ+ માં સામેલ ખેલાડીઓને 7-7 કરોડ રૂપિયા મળશે. ગ્રેડ એ માં ખેલાડીને 5-5 કરોડ રૂપિયા મળશે. બી કેટેગરીના ખેલાડીઓને 3-3 કરોડ રૂપિયા મળશે. ગ્રેડ સી માં સામેલ ખેલાડીઓને વાર્ષિક રુપિયા 1-1 કરોડ મળે છે.
કુલ 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ મળ્યો
કુલ 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ મળ્યો છે. ગ્રેડ A+માં 4, ગ્રેડ A માં 6, ગ્રેડ બી માં 5 અને ગ્રેડ સીમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
ગ્રેડ A+ (4 ક્રિકેટર)
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ A (6 ક્રિકેટર)
રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા.
ગ્રેડ B (5 ક્રિકેટર)
સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ.
ગ્રેડ C (15 ક્રિકેટર)
રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, મુકેશ કુમાર, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, રજત પાટીદાર.





