જય શાહના ઉત્તરાધિકારી કોણ? બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થશે, જાણો

bcci apex council meeting : ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠક 25 સપ્ટેમ્બરને બુધવારે મળશે. બેંગલુરુમાં યોજાનારી બોર્ડની 93મી વાર્ષિક સાધારણ સભા અગાઉ એપેક્સ કાઉન્સિલની આ આખરી બેઠક હશે

Written by Ashish Goyal
Updated : September 24, 2024 15:00 IST
જય શાહના ઉત્તરાધિકારી કોણ? બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થશે, જાણો
બીસીસીઆઈના સચિવ જય શાહ (તસવીર - સોશિયલ મીડિયા)

Jay Shah : ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ કાઉન્સિલની બુધવારે બેઠક મળશે, જેમાં બોર્ડના કામકાજ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. જોકે જય શાહની જગ્યાએ નવા સચિવની નિયુક્તિ એજન્ડામાં નથી. પાંચ દિવસની અંદર બેંગલુરુમાં યોજાનારી બોર્ડની 93મી વાર્ષિક સાધારણ સભા અગાઉ એપેક્સ કાઉન્સિલની આ આખરી બેઠક હશે.

જય શાહની આગામી આઇસીસીના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવ્યા બાદ નવા સેક્રેટરીની નિમણૂક જરૂરી છે. જોકે આગામી એજીએમ દરમિયાન તેઓ બીસીસીઆઇના સેક્રેટરી તરીકેની તેમની હાલની ભૂમિકામાંથી રાજીનામું આપશે નહીં કારણ કે તેઓ 1 ડિસેમ્બરથી જ પોતાનું નવું પદ સંભાળવાના છે. પરંતુ નામાંકન પ્રક્રિયા પરની ચર્ચા પણ એપેક્સ કાઉન્સિલના એજન્ડામાં સૂચિબદ્ધ આઠ મુદ્દાઓનો ભાગ નથી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે.

બાયજુનો કેસ સૂચિબદ્ધ છે

આમાં બાયજુના કેસ પર અપડેટ સામેલ છે. બીસીસીઆઈએ તેના ભૂતપૂર્વ ટાઇટલ સ્પોન્સર સાથે પેમેન્ટેનો મુદ્દો છે. કટોકટીથી ઘેરાયેલી એડટેક કંપનીએ ગયા વર્ષે માર્ચમાં બીસીસીઆઈ સાથેનો પોતાનો સ્પોન્સરશિપ કરાર રદ કર્યો હતો.

આ પણ વાંચો – સચિન તેંડુલકરે 200 ટેસ્ટમા જે રેકોર્ડ બનાવ્યો તેને અશ્વિને 101 મેચમાં જ તોડી નાખ્યો

બાયજુ રવીન્દ્રનની બેંગલુરુ સ્થિત કંપનીએ શરૂઆતમાં માર્ચ 2019માં જર્સી સ્પોન્સર ડીલ પર ત્રણ વર્ષ માટે હસ્તાક્ષર કર્યા હતા, જે બાદમાં 55 મિલિયન અમેરિકન ડોલરની કથિત રકમ માટે વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2022 સુધીમાં ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ વિવાદ ઓક્ટોબર 2022 થી માર્ચ 2023 સુધીના એરિયર્સ વિશે છે

નેશનલ ક્રિકેટ એકેડમીના ઉદ્ઘાટન ઉપર પણ ચર્ચા

બેંગલુરુના બહારના વિસ્તારમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા થશે. હાલમાં, એનસીએ બે દાયકા પહેલા તેની શરૂઆતથી જ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સંકુલમાં કાર્ય કરે છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયની બહારના વિસ્તારમાં નવીનીકરણનું કામ શરૂ કરવા અને નોર્થ ઈસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવી પણ એજન્ડાનો એક ભાગ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ