scorecardresearch

Chetan Sharma News: ચેતન શર્માએ મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપ્યું, ટીવી સ્ટિંગમાં ભારતીય ક્રિકેટ વિશે ચોંકાવનારા ખુલાસા

Chetan Sharma News: મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ આજે (17 ફેબ્રુઆરી) શુક્રવારે રાજીનામું ધરી દીધું છે. તેણે એમ પણ કહ્યું કે વિરાટ કોહલીને લાગે છે કે તેને કેપ્ટન પદ પરથી હટાવવા પાછળ સૌરવ ગાંગુલીનો હાથ છે.

ચેતન શર્મા
ચેતન શર્માએ રાજીનામું આપ્યુ

છેલ્લા કેટલાક દિવસોથી ભારતના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા ચર્ચામાં છે. હાલમાં જ એક ન્યૂઝ એજન્સીએ તેમના પર સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જે બાદ તેમનું નામ ઘણા વિવાદો સાથે જોડાયું હતું. ત્યારથી તે પણ સ્કેનર હેઠળ આવી ગયો છે. તેમના પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. જે બાદ હવે તેણે ચીફ સિલેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પોતાનું રાજીનામું પત્ર મોકલ્યું હતું, જેને બોર્ડ દ્વારા તરત સ્વીકારી લીધું છે.

ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન દરમિયાન વીડિયોમાં જે કહ્યું તેમાં કંઈ વિવાદાસ્પદ નથી, પરંતુ તેમને એવું કહેતા સાંભળવામાં આવ્યા કે ભારતીય ખેલાડીઓ ફિટ રહેવા માટે ઈન્જેક્શન લે છે. શર્માએ એમ પણ કહ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઈના તત્કાલિન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેમને લાગ્યું હતું કે તેમની ODI કેપ્ટનશીપ ગુમાવવા માટે સૌરવ ગાંગુલી જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે, ચેતન શર્મા પહેલાથી જ ટીમ મેનેજમેન્ટ અને BCCIનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા. શર્માએ મીડિયા સાથે કેટલીક ચર્ચાઓ શેર કર્યા પછી ખેલાડીઓ કેવી રીતે ખુલશે તેની ચિંતા હતી.

View this post on Instagram

A post shared by Chetan Sharma (@chetansharma66)

ઈન્ડિયન એક્સપ્રેસ સમજે છે કે, ટીમ મેનેજમેન્ટમાં પણ કેટલાકને લાગ્યું કે શર્માએ બુધવારે બીસીસીઆઈ સાથે તેણે વાતચીતમાં હદ વટાવી હતી. ત્યાંથી તેની સ્થિતિ અસ્થિર હતી, ખાસ કરીને જ્યારે તેણે કેટલાક ખેલાડીઓ પર ફિટ રહેવા માટે ઇન્જેક્શન લેવાનો આરોપ મૂક્યો હતો. “તે માત્ર સમયની વાત હતી. એકવાર ખેલાડીઓએ વિશ્વાસ ગુમાવ્યા પછી શર્મા માટે તેના ફરી વિશ્વાસ ટકાવી રાખવો ત઼ હંમેશા મુશ્કેલ હતું.”

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટર પૃથ્વી શો એ સેલ્ફી લેવાની ના પાડી તો કાર પર કર્યો હુમલો, મહિલાએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી

ચેતન શર્માના રાજીનામાંથી પસંદગી પેનલની સંખ્યા ફરી એકવાર ઘટીને ચાર થઈ ગઈ છે. સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા, એસ શરથ અને એસએસ દાસ સ્થાને છે અને ચારેયએ જાન્યુઆરીમાં જ આ પદ સંભાળ્યુ હતુ. T20 વર્લ્ડ કપના સમાપન પછી, BCCIએ સમગ્ર પસંદગી સમિતિને બદલવાનું પસંદ કર્યું અને નવી અરજીઓ મંગાવી હતી. પેનલમાં સામેલ થવા માટે કોઈ આગળ ન આવતાં, આખરે બીસીસીઆઈએ ચેતન શર્માને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા પાછળ હટી ગઈ.

Web Title: Bcci national selector chetan sharma resigns after sting video latest news

Best of Express