BCCI સિલેક્શન કમિટીની ડેડલાઇન સમાપ્ત, વિનોદ કાંબલી સહિત 50થી વધારે અરજીઓ આવી

BCCI New Selection Committee : ટી-20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઇન્ડિયાના સેમિ ફાઇનલમાં પરાજય પછી બીસીસીઆઈએ ચેતન શર્માની આગેવાનીવાળી ચાર સભ્યોની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી કરી હતી

Written by Ashish Goyal
November 29, 2022 14:57 IST
BCCI સિલેક્શન કમિટીની ડેડલાઇન સમાપ્ત, વિનોદ કાંબલી સહિત 50થી વધારે અરજીઓ આવી
ટીમ ઈન્ડિયાના આગામી ચીફ સિલેક્ટર માટે ઘણા નામો સામે આવી રહ્યા છે

BCCI New Selection Committee: ટીમ ઈન્ડિયાના આગામી ચીફ સિલેક્ટર માટે ઘણા નામો સામે આવી રહ્યા છે. પૂર્વ સ્પિનર મનિંદર સિંહ, પૂર્વ ઓપનર બેટ્સમેન શિવ સુંદર દાસ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઈના સીનિયર પસંદગીકર્તાના પદ માટે અરજી કરી છે. જોકે તે પૃષ્ટી થઇ શકી નથી કે પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે અરજી કરી છે કે નહીં? માનવામાં આવી રહ્યું છે કે અગરકર અરજી કરશે તો તે પસંદગી સમિતના અધ્યક્ષ બનશે તે નક્કી છે. નવી પસંદગી સમિતિમાં સામેલ થવા માટેની ડેડલાઇન 28 નવેમ્બરે ખતમ થઇ ગઇ છે. માનવામાં આવે છે કે 50થી વધારે લોકોએ અરજી કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના મતે મુંબઈની સીનિયર ટીમની પસંદગી સમિતિના વર્તમાન પ્રમુખ સલિલ અંકોલા, પૂર્વ વિકેટકીપર સમીર દીઘે, સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલીએ મુંબઈથી અરજી કરી છે.

મનિંદર સિંહે 2021માં પણ કરી હતી અરજી

અરજી કરનારમાં સર્વાધિક ટેસ્ટ મનિંદર સિંહ (35 ટેસ્ટ) અને શિવસુંદર દાસ (21 ટેસ્ટ)રમ્યા છે. મનિંદરે 2021માં પણ અરજી કરી હતી અને ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ક્વોલિફાય કરવા છતા તેમની પસંદગી થઇ ન હતી. ઉત્તર ક્ષેત્રથી મનિંદર સિંહ, અતુલ વાસન, નિખિલ ચોપડા, અજય રાત્રા અને રિતિંદર સિંહ સોઢીએ અરજી કરી છે.

આ પણ વાંચો – ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી, જુઓ વીડિયો

પૂર્વ ક્ષેત્રથી દાસ, પ્રભંજન મલિક, રશ્મિ રંજન પરીદા, શુભમય દાસ, સૌરાશીષ લાહિડીએ અરજી કરી છે. મધ્ય ક્ષેત્રથી અભય ખુરાસિયા અને જ્ઞાનેન્દ્ર પાંડેએ અરજી કરી છે.

ચેતન શર્મા એન્ડ કંપનીની થઇ હતી હકાલપટ્ટી

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ-2022માં ભારતીય ટીમનો સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો. ટીમના પ્રદર્શન પર બીસીસીઆઈએ સખત એક્શન લીધા હતા. બીસીસીઆઈએ ચેતન શર્માની આગેવાનીવાળી ચાર સભ્યોની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી કરી હતી. પસંદગી સમિતિમાં ચેતન શર્મા, હરવિંદર સિંહ, સુનીલ જોષી અને દેબાશીષ મોહંતી હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ