હું જલ્દી નિવૃત્ત થવાનો નથી, ભારતની પ્લેઇંગ 11 માંથી બહાર થયા પછી રોહિત શર્માનું પ્રથમ નિવેદન

Rohit Sharma Latest News Gujarati : રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેની હાલ નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી અને તેને વિશ્વાસ છે કે તે પોતાનું ફોર્મ સુધારી શકે છે. હું જલ્દી રિટાયર થવાનો નથી, આવો કોઈ નિર્ણય નથી

Written by Ashish Goyal
January 04, 2025 15:22 IST
હું જલ્દી નિવૃત્ત થવાનો નથી, ભારતની પ્લેઇંગ 11 માંથી બહાર થયા પછી રોહિત શર્માનું પ્રથમ નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા (તસવીર - સ્ક્રિનગ્રેબ)

IND vs AUS Test : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન બ્રોડકાસ્ટરને આપેલા ઈન્ટરવ્યૂમાં ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય અંગેની અટકળો પર જવાબ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં રોહિત શર્માએ નવા વર્ષની ટેસ્ટ મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં શું થયું તે અંગે વિસ્તારથી વાત કરી હતી અને નજીકના ભવિષ્ય માટે પોતાની યોજનાઓ વિશે પણ વાત કરી હતી. રોહિતે કહ્યું કે સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો તેમનો નિર્ણય મુશ્કેલ પરંતુ સમજદારી ભર્યો હતો. પરંતુ તેનાથી તેના ભવિષ્યમાં ફેરફાર થશે નહીં.

સ્ટાર સ્પોર્ટ્સમાં રોહિત શર્માને સવાલ કરાયો કે એવા અહેવાલો આવ્યા હતા કે તમને આરામ આપવામાં આવ્યો છે અથવા ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા છે? રોહિતે્ જવાબ આપ્યો કે આમાંથી કશું જ નથી, હું બહાર હટ્યો છું. મેં પસંદગીકારો અને કોચને કહ્યું હતુ કે મારા બેટમાંથી રન બની રહ્યા નથી, જેના કારણે મેં પદ છોડવાનો નિર્ણય લીધો. હું થોડું કહીશ, પચાસ વસ્તુઓ થશે. કોચ અને કેપ્ટન સાથે મેં જે વાતચીત કરી હતી તે ખૂબ જ સરળ હતી, હું રન બનાવી રહ્યો નથી.

રોહિત શર્માએ કહ્યું કે હું ફોર્મમાં નથી, આ એક મહત્વપૂર્ણ મેચ છે, અમને ફોર્મમાં રહેલા ખેલાડીઓની જરૂર છે. અમારા બેટ્સમેનો ફોર્મમાં નથી. તમારી પાસે ટીમમાં ઘણા બધા આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓ ન હોઈ શકે. તેથી મારા માટે આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ જો બધું જ આપણી સામે મૂકવામાં આવે તો તે એક સમજદારી ભર્યો નિર્ણય હતો. હું વધારે આગળ વિશે વિચારતો નથી. હાલના સમયે ટીમને શું જરૂર છે બસ તે જ વિચાર કર્યો હતો. આ સિવાય બીજો કોઈ વિચાર ન હતો.

હાલ નિવૃત્તની મારી કોઈ યોજના નથી – રોહિત શર્મા

ત્યાર બાદ ઈન્ટરવ્યૂમાં રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેની હાલ નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી અને તેને વિશ્વાસ છે કે તે પોતાનું ફોર્મ સુધારી શકે છે. હું જલ્દી રિટાયર થવાનો નથી, આવો કોઈ નિર્ણય નથી. મેં આ મેચમાંથી માત્ર એટલા માટે બહાર રહેવાનો નિર્ણય કર્યો કારણ કે રન બની રહ્યા ન હતા. હું સખત મહેનત કરીશ અને કમબેક કરીશ. અત્યારે રન નથી બની રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી. આપણે ક્રિકેટમાં ઘણું જોયું છે, દરેક મિનિટે, દરેક ક્ષણે, રોજિંદા જીવનમાં પરિવર્તન આવે છે. તેથી મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે કે વસ્તુઓ બદલાશે, પરંતુ તે જ સમયે તમે જાણો છો કે મારે પણ વાસ્તવિક બનવું પડશે.

આ પણ વાંચો – એમએસ ધોની સોશિયલ મીડિયાથી કેમ રહેશે દૂર? પ્રાઇવસી નહીં આવું છે કારણ

હું બે બાળકોનો પિતા છું, મારે પાસે મગજ છે – રોહિત શર્મા

ભારતીય કેપ્ટને કહ્યું કે કોઈ પણ બહારનો વ્યક્તિ એ નિર્દેશ ના આપી શકે કે તેને ક્યારે રમતમાંથી ખસી જવું જોઈએ. રોહિતે કહ્યું કે કોઈ માઇક, લેપટોપ કે પેન સાથેનો વ્યક્તિ શું લખે છે શું બોલે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે ઘણા વર્ષોથી રમી રમ્યા છીએ તેથી તેઓ નક્કી કરી શકે નહીં કે અમારે ક્યારે રમવું જોઈએ કે બહાર બેસવું જોઈએ કે ક્યારે કેપ્ટનશિપ કરવી જોઈએ. હું એક સમજદાર માણસ છું, એક પરિપક્વ માણસ છું, બે બાળકોનો પિતા છું, મારી પાસે થોડું મગજ છે.

હું ક્યાંય જવાનો નથી, હું અહીંયા જ છું

ખરાબ ફોર્મમાં રહેવાને કારણે ઈન્ડિયન એક્સપ્રેસે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે રોહિત સિડનીમાં નહીં રમે. એવું માનવામાં આવે છે કે પસંદગીકારોએ રોહિત સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું કે હાલની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી આગળ તેના પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. પરંતુ દેખીતી રીતે નિવૃત્તિ લેવાનો નિર્ણય વ્યક્તિગત હશે. ઇન્ટરવ્યૂમાંથી બહાર નીકળતી વખતે રોહિતે ફરી એકવાર કહ્યું કે હું ક્યાંય જવાનો નથી. હું અહીંયા છું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ