Big Bash League 12 : બિગ બેશ લીગની 25મી મેચમાં એક કેચ દરમિયાન વિવાદ ઉભો થયો છે. એવો વિવાદ થયો કે અમ્પાયરને પણ ખબર ના પડી કે આઉટ આપવો કે નોટ આઉટ. બ્રિસબેન હીટ (Brisbane Heat) અને સિડની સિક્સર્સ (Sydney Sixers) વચ્ચે રમાયેલા એક મુકાબલામાં આ ઘટના જોવા મળી હતી જેને જોઈને બધા ચકિત રહી ગયા હતા. બ્રિસબેન હીટ તરફથી માઇકલ નેસરે (Micheal Neser) એવો કેચ પકડ્યો કે અમ્પાયરને પણ ખબર પડી ન હતી.
19મી ઓવરમાં માઇકલ નેસરે પકડ્યો શાનદાર કેચ
આ મેચની 19મી ઓવર બ્રિસબેન હીટનો સ્ટેકેટી ફેંકવા આવ્યો હતો. બીજા બોલે સિડની સિક્સર્સના સિલ્કે હવામાં શોટ ખેલ્યો હતો. બોલ બાઉન્ડ્રી બહાર તરફ જઇ રહ્યો હતો. ત્યાં માઇકલ નેસર દોડીને આવી બોલ પાસે પહોંચ્યો હતો અને કેચ કર્યો હતો. જોકે તે બાઉન્ડ્રી અંદર જતો રહ્યો હતો. પણ આ દરમિયાન તેણે બોલને હવામાં ઉછાડી દીધો હતો.
આ પણ વાંચો – ઋષભ પંતના સ્થાને ટેસ્ટમાં કોણ? શું યૂ ટર્ન લેશે ટીમ ઇન્ડિયા, કેએસ ભરત સિવાય છે આ છે વિકલ્પ
તે અંદર આવ્યો તો બોલ પર અંદર જ રહ્યો હતો. તેણે ફરીથી હવામાં ઉછળીને બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર ફેંક્યો હતો અને આ પછી બહાર આવીને તેણે કેચ કરી લીધો હતો. કેચ કર્યા પછી બધા ફિલ્ડર ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. અમ્પાયરે એકબીજા સાથે વાત કરીને આઉટ આપી દીધો હતો. આ નિર્ણયથી બેટ્સમેન સિલ્ક નારાજ થયો હતો અને આ કારણે ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
બ્રિસબેન હીટનો 15 રને વિજય
મેચની વાત કરવામાં આવે તો બ્રિસબેન હીટે 15 રને મેચ જીતી લીધી હતી. બ્રિસબેન હીટે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરતા સિડની સિક્સર્સે 209 રન બનાવ્યા હતા. બ્રિસબેન હીટ તરફથી બ્રાઉને 62, નાથન મેકસ્વીને 84, સેમ બિલિંગ્સે 28 રન બનાવ્યા હતા. સિડની સિક્સર્સ તરફથી જોશ ફિલિપે 27, જેમ્સ વિંસે 41, જોર્ડન સિલ્કે 41, હેડન કરે 27 રન બનાવ્યા હતા.