India (IND) vs Australia (AUS) 2st Test Day 1 Score: બીજી પિંક ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રભુત્વ બનાવી લીધું છે. ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં 1 વિકેટે 86 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા 94 રન પાછળ છે અને તેની 9 વિકેટો બાકી છે . દિવસના અંતે નાથન મેકસ્વીને 38 અને લાબુશેન 20 રને રમતમાં છે. ભારત તરફથી એકમાત્ર વિકેટ બુમરાહે ઝડપી છે. આ ટેસ્ટ એડિલેડ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
પહેલા દિવસે ટોસ જીતીને ભારતે બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ભારતી ક્રિકેટરોએ પહેલા દાવમાં 180 રન બનાવ્યા હતા. ભારતી ટીમ 44.1 ઓવરમાં ઓલ આઉટ થઈ હતી. નિતીશ રેડ્ડીના સારા દેખાવના પગલે ભારતી ટીમ 200ની નજીક પહોંચી શકી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાયા વગર જ પેવેલિયન ભેગો થયો હતો.
અન્ય ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો કેએલ રાહુલ 37 રન, શુભમન ગિલ 31 રન, વિરાટ કોહલી 7 રન, રોહિત શર્મા 3, ઋષભ પંત 21 રન, રવિચંદ્રન અશ્વિને 22 રન બનાવ્યા હતા. આ ઉપરાંત હર્ષિત રાણા અને જસપ્રીત બુમરાહ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હતા. મોહમ્મદ સિરાજે 4 બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરોની વાત કરીએ તો મિચેલ સ્ટાર્કે સૌથી વધારે 6 વિકેટ લીધી હતી. ત્યારબાદ સ્કોટ બોલેન્ડ અને પેટ કમિંસે 2-2 વિકેટ લીધી હતી.





