scorecardresearch

Pele Dies : ફૂટબોલર પેલેની આવી હતી પ્રસિદ્ધિ : નાઇજીરિયામાં થઇ હતી યુદ્ધવિરામની જાહેરાત, બ્રાઝિલ સરકારે જાહેર કરી રાષ્ટ્રીય સંપત્તિ

Football Legend Pele Dies : બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલેનું નિધન, પેલે છેલ્લા મહિનાથી ઘણી બીમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ હતા

Pele Dies : ફૂટબોલર પેલેની આવી હતી પ્રસિદ્ધિ : નાઇજીરિયામાં થઇ હતી યુદ્ધવિરામની જાહેરાત, બ્રાઝિલ સરકારે જાહેર કરી રાષ્ટ્રીય સંપત્તિ
Pele Dies : ફૂટબોલર પેલેનું નિધન (સોર્સ – એક્સપ્રેસ અર્કાઇવ)

Brazilian Football Legend Pele Dies : ફૂટબોલના જાદુગર પેલેના નિધન સાથે જ એક યુગનો અંત થયો છે. પેલે (Pele)છેલ્લા મહિનાથી ઘણી બીમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ફૂટબોલના મહાન ખેલાડીઓમાં સામેલ પેલે પહેલા સાંતોષ ક્લબ અને પછી બ્રાઝિલની (Brazil) રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા વર્લ્ડ ફૂટબોલમાં પોતાની અમિટ છાપ છોડી હતી.

પેલીની કલાત્મકતા, હૂનર અને પગની જાદુગરીના વિરોધી પણ પ્રશંસા કરતા હતા. પેલેની રમતમાં બ્રાઝિલની સાંબા શૈલી ઝલકતી હતી. બ્રાઝિલને ફૂટબોલની મહાશક્તિ બનાવનાર પેલેની કારકિર્દીની શરૂઆત સાઓ પાઉલોના સડકો પર થઇ હતી. પેલે સાઉ પાઉલોના રસ્તા પર અખબારો કે રદ્દીના કાગળોને ગોળો બનાવીને ફૂટબોલ રમતા હતા.

પેલેના કારણે થયું હતું યુદ્ધ વિરામ

પેલેની લોકચાહના એવી હતી કે 1967માં નાઇજીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન કેટલાક સમય માટે યુદ્ધ વિરામ કરી દેવામાં આવ્યું હતું. જેથી પેલે લાગોસમાં મેચ રમી શકે. 23 ઓક્ટોબર 1940ના રોજ જન્મેલા પેલેએ ફૂટબોલ કિટ ખરીદવા માટે બૂટ પણ પોલીશ કર્યા હતા. પેલે 11 વર્ષની ઉંમરમાં સાંતોસની યુવા ટીમનો ભાગ બન્યો અને જલ્દી સીનિયર ટીમ માટે પસંદ થયો હતો.

આ પણ વાંચો – રિષભ પંત અકસ્માત સમયે 67 લાખની કારમાં બેઠો હતો, જાણો કેટલી સંપત્તિ અને કારનો માલિક?

પેલેએ બ્રાઝિલ માટે 114 મેચમાં 95 ગોલ કર્યા હતા. જ્યારે યૂરોપિય ક્લબોમાં તેને ખરીદવાની હોડ મચી તો બ્રાઝિલ સરકારે તેને રોકવા માટે દખલ આપવી પડી હતી અને તેને રાષ્ટ્રીય સંપત્તિ (National Capital) જાહેર કરી હતી.

View this post on Instagram

A post shared by Pelé (@pele)

17 વર્ષની ઉંમરમાં જ પ્રતિભા બતાવી હતી

પેલેએ લીગ મેચમાં લગભગ 650 અને સીનિયર મેચમાં 1281 ગોલ કર્યા છે. ધ કિંગ કહેવાતા પેલેએ સૌથી પહેલા 1958માં સ્વીડનમાં 17 વર્ષની ઉંમરમાં વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા બતાવી હતી. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી યુવા ખેલાડી હતો. ફાઇનલમાં યજમાન સામે 5-2થી મળેલી જીતમાં બે ગોલ કરનાર પેલેને તેના સાથી ખેલાડીઓએ ખભા પર ઉંચકી લીધો હતો.

પછી ચાર વર્ષ ઇજાના કારણે તે બે જ મેચ રમી શક્યા હતા. જોકે બ્રાઝિલે ટાઇટલ યથાવત્ રાખ્યું હતું. મેક્સિકોમાં 1970માં થયેલા વર્લ્ડ કપમાં ઇટાલી પર મળેલી જીતમાં પેલેએ ફાઇનલમાં એક ગોલ કર્યો હતો અને કાર્લોસ અલબર્ટોના ગોલનો સૂત્રધાર રહ્યા હતા.

Web Title: Brazilian football legend pele dies at