CEAT Cricket Awards: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24માં મેન્સ પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ‘લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમારંભમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ‘મેન્સ વન-ડે બેટર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા મોહમ્મદ શમીને ‘વન-ડે બોલર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં યશસ્વી જયસ્વાલને ‘મેન્સ ટેસ્ટ બેટર ઓફ ધ યર’ અને રવિચંદ્રન અશ્વિનને ‘મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહને ઉત્કૃષ્ટ સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેશન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જય શાહે કહ્યું કે ભારતીય ટીમ ભવિષ્યમાં વધુ ટ્રોફી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રોહિત શર્માએ જય શાહ, રાહુલ દ્રવિડ અને અજિત અગરકરને પોતાના 3 સ્તંભ ગણાવ્યા
રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ, સિનિયર સિલેક્શન કમિટિના ચેરમેન અજીત અગરકર અને બીસીસીઆઈ સચિવ જય શાહને પોતાના ત્રણ આધારસ્તંભ ગણાવ્યા હતા. તેણે ત્રણેયનો આભાર માન્યો હતો.
રોહિત શર્માએ કહ્યું કે આ ટીમને બદલવી અને આંકડા, પરિણામ વિશે વધારે ચિંતા ના કરવી. તે સુનિશ્ચિત કરવાનું મારું સ્વપ્ન હતું કે આપણે એવું વાતાવરણ બનાવીએ કે જ્યાં લોકો મેદાનમાં પર જઇને વધારે વિચાર્યા વિના ખુલીને રમી શકે. તેને લઇને મને પોતાના ત્રણ સ્તંભોથી ઘણી મદદ મળી. મારા ત્રણ સ્તંભ જય શાહ, રાહુલ દ્રવિડ અને અજિત અગરકર છે.
આ પણ વાંચો – T20 વર્લ્ડ કપ જીતવા રોહિત શર્માએ કોહલી કે બુમરાહ નહીં પરંતુ આ ત્રણને ગણાવ્યા પિલ્લર
વિજેતાઓની સંપૂર્ણ યાદી
ક્રમ | એવોર્ડ્સ | વિજેતા |
1 | લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ | રાહુલ દ્રવિડ |
2 | મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર | રોહિત શર્મા |
3 | મેન્સ વન-ડે બેટ્સમેન ઓફ ધ યર | વિરાટ કોહલી |
4 | મેન્સ વન-ડે બોલર ઓફ ધ યર | મોહમ્મદ શમી |
5 | મેન્સ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર | યશસ્વી જયસ્વાલ |
6 | મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર | રવિચંદ્રન અશ્વિન |
7 | મેન્સ ટી20આઇ બેટ્સમેન ઓફ ધ યર | ફિલ સોલ્ટ |
8 | મેન્સ ટી20આઇ બોલર ઓફ ધ યર | ટિમ સાઉથી |
9 | ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર | સાંઈ કિશોર |
10 | મહિલા ભારતીય બેટ્સમેન ઓફ ધ યર | સ્મૃતિ મંધાના |
11 | મહિલા ભારતીય બોલર ઓફ ધ યર | દીપ્તિ શર્મા |
12 | મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધારે મેચો | હરમનપ્રીત કૌર |
13 | આઈપીએલમાં ઉત્કૃષ્ટ લીડરશિપ માટે એવોર્ડ | શ્રેયસ ઐયર |
14 | મહિલા ટેસ્ટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો એવોર્ડ | શેફાલી વર્મા |
15 | ઉત્કૃષ્ટ રમત-ગમતના વહીવટ માટેનો એવોર્ડ | જય શાહ |
હવે દરેક સમાચાર તમારા મોબાઇલમાં, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે સોશિયલ મીડિયામાં Facebook | Twitter | Instagram સાથે જોડાઓ