Champions Trophy Final 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં રવિવારને 9 માર્ચના રોજ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ત્યારે બધાની નજર કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. ભારતીય ટીમ અને ચાહકો ઇચ્છે છે કે બંને દિગ્ગજ ખેલાડીઓ મોટી મેચમાં સારું પ્રદર્શન કરે. બંને ખેલાડીઓ 9મી વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલ રમશે. આ મેચોમાં રોહિત શર્માનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. વિરાટ કોહલીએ 410 રન બનાવ્યા છે, પરંતુ વન ડેમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. તેણે ટી-20માં ચોક્કસપણે સારી ઇનિંગ્સ રમી છે.
આઈસીસી ફાઇનલમાં રોહિત શર્માનું પ્રદર્શન
આઈસીસી ફાઇનલમાં રોહિત શર્માએ 2007થી 2024 વચ્ચે 8 મેચની 10 ઇનિંગ્સમાં 27.33ની એવરેજથી 246 રન નોંધાવ્યા છે. તેમાં એક પણ અડધી સદીનો સમાવેશ થતો નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 47 રનનો છે. તેણે આ ઈનિંગ 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં તેણે સારી બેટિંગ કરી હતી. ભારતીય ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો, પરંતુ તેના આઉટ થયા બાદ મેચ પલટી ગઇ હતી.
| રન | બોલ | 4 | 6 | સ્ટ્રાઇક રેટ | બેટિંગ ક્રમ | કેવી રીતે આઉટ | ઇનિંગ્સ | મેચ | મેદાન | તારીખ અને વર્ષ |
| 30* | 16 | 2 | 1 | 187.5 | 6 | નોટ આઉટ | 1 | ટી-20 વિ પાકિસ્તાન | જ્હોનિસબર્ગ | 24 સપ્ટેમ્બર, 2007 |
| 9 | 14 | 1 | 0 | 64.28 | 1 | બોલ્ડ | 1 | ODI વિ ઇંગ્લેન્ડ | બર્મિંગહામ | 23 જૂન, 2013 |
| 29 | 26 | 3 | 0 | 111.53 | 1 | કેચ | 1 | ટી 20 વિ શ્રીલંકા | મીરપુર | 6 એપ્રિલ, 2014 |
| 0 | 3 | 0 | 0 | 0 | 1 | Lbw | 2 | ODI વિ પાકિસ્તાન | ઓવલ | 18 જૂન, 2017 |
| 34 | 68 | 6 | 0 | 50 | 1 | કેચ | 1 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ન્યુઝીલેન્ડ | સાઉથેમ્પ્ટન | 18 જૂન, 2021 |
| 30 | 81 | 2 | 0 | 37.03 | 1 | Lbw | 3 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ન્યુઝીલેન્ડ | સાઉથેમ્પ્ટન | 18 જૂન, 2021 |
| 15 | 26 | 2 | 0 | 57.69 | 1 | Lbw | 2 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ઓસ્ટ્રેલિયા | ઓવલ | 7 જૂન, 2023 |
| 43 | 60 | 7 | 1 | 71.66 | 1 | Lbw | 4 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિ ઓસ્ટ્રેલિયા | ઓવલ | 7 જૂન, 2023 |
| 47 | 31 | 4 | 3 | 151.61 | 1 | કેચ | 1 | ODI વિ ઓસ્ટ્રેલિયા | અમદાવાદ | 19 નવેમ્બર, 2023 |
| 9 | 5 | 2 | 0 | 180 | 1 | કેચ | 1 | T20 વિ દક્ષિણ આફ્રિકા | બ્રિજટાઉન | 29 જૂન, 2024 |
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : ન્યૂઝીલેન્ડ સામે 25 વર્ષ જૂનો બદલો લેવાની ભારતને તક
આઈસીસી ફાઇનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
આઈસીસી ફાઇનલમાં વિરાટ કોહલીએ 8 મેચની 10 ઇનિંગ્સમાં 41ની એવરેજથી 410 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી સામેલ છે. કોહલીએ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં 3 અડધી સદી ફટકારી છે. ટી-20 વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં તેણે 76 રન ફટકાર્યા હતા. આ ઈનિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
| રન | બોલ | 4 | 6 | સ્ટ્રાઇક રેટ | બેટિંગ ક્રમ | કેવી રીતે આઉટ | ઇનિંગ્સ | મેચ | સ્ટેડિયમ | તારીખ અને વર્ષ |
| 35 | 49 | 4 | 0 | 71.42 | 4 | કેચ | 2 | વન-ડે વિ શ્રીલંકા | વાનખેડે, મુંબઈ | 2 એપ્રિલ, 2011 |
| 43 | 34 | 4 | 1 | 126.47 | 3 | કેચ | 1 | ODI વિ ઇંગ્લેન્ડ | બર્મિંગહામ | 23 જૂન, 2013 |
| 77 | 58 | 5 | 4 | 132.75 | 3 | રન આઉટ | 1 | શ્રીલંકા વિ ટી20 | મીરપુર | 6 એપ્રિલ, 2014 |
| 5 | 9 | 0 | 0 | 55.55 | 3 | કેચ | 2 | ODI વિ પાકિસ્તાન | ઓવલ | 18 જૂન, 2017 |
| 44 | 132 | 1 | 0 | 33.33 | 4 | Lbw | 1 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ન્યુઝીલેન્ડ | સાઉથેમ્પ્ટન | 18 જૂન, 2021 |
| 13 | 29 | 0 | 0 | 44.82 | 4 | કેચ | 3 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ન્યુઝીલેન્ડ | સાઉથેમ્પ્ટન | 18 જૂન, 2021 |
| 14 | 31 | 2 | 0 | 45.16 | 4 | કેચ | 2 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ઓસ્ટ્રેલિયા | ઓવલ | 7 જૂન, 2023 |
| 49 | 78 | 7 | 0 | 62.82 | 4 | કેચ | 4 | વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ વિ ઓસ્ટ્રેલિયા | ઓવલ | 7 જૂન, 2023 |
| 54 | 63 | 4 | 0 | 85.71 | 3 | બોલ્ડ | 1 | ODI વિ ઓસ્ટ્રેલિયા | અમદાવાદ | 19 નવેમ્બર, 2023 |
| 76 | 59 | 6 | 2 | 128.81 | 2 | કેચ | 1 | T20I વિ દક્ષિણ આફ્રિકા | બ્રિજટાઉન | 29 જૂન, 2024 |
તેણે 2014ના ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે 77 રન ફટકાર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં 54 રન ફટકાર્યા હતા.





