Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ બાદ યોજાશે. આ આઈસીસી ટૂર્નામેન્ટની 9મી સિઝન હશે. 19 ફેબ્રુઆરીથી આ ટૂર્નામેન્ટ શરુ થશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ જીતવા માંગશે. ભારતે આ ટૂર્નામેન્ટ 2002 (શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા) અને 2013માં જીતી હતી. જ્યારે 2017માં રમાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. ભારત સિવાય ઓસ્ટ્રેલિયાએ 2 વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.
1998થી 2017 સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના રેકોર્ડ્સ
- રમાયેલી મેચો: 29
- જીત: 18
- પરાજય : 8
- નો રિઝલ્ટ: 3
- છેલ્લા પાંચ પરિણામ : 3 માં જીત, 2 માં પરાજય
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન
| પ્લેયર | મેચ | રન | એવરેજ | સ્ટ્રાઇક રેટ | બેસ્ટ સ્કોર | 100/50 | 
| શિખર ધવન | 10 | 701 | 77.88 | 101.59 | 125 | 3/3 | 
| સૌરવ ગાંગુલી | 13 | 665 | 73.88 | 83.12 | 141* | 3/3 | 
| રાહુલ દ્રવિડ | 19 | 627 | 48.23 | 73.33 | 76 | 0/6 | 
| વિરાટ કોહલી | 13 | 529 | 88.16 | 92.32 | 96* | 0/5 | 
| રોહિત શર્મા | 10 | 481 | 53.44 | 82.5 | 123* | 1/4 | 
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ
| બોલર | મેચ | વિકેટ | ઇકોનોમી | એવરેજ | બેસ્ટ પ્રદર્શન | 
| રવિન્દ્ર જાડેજા | 10 | 16 | 4.85 | 25.18 | 5/36 | 
| ઝહીર ખાન | 9 | 15 | 4.6 | 24.53 | 4/45 | 
| હરભજન સિંહ | 13 | 14 | 3.96 | 35.42 | 3/27 | 
| સચિન તેંડુલકર | 16 | 14 | 4.73 | 25.07 | 4/38 | 
| ભુવનેશ્વર કુમાર | 10 | 13 | 4.3 | 25.69 | 2/19 | 
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધારે સિક્સર આ ભારતીય પ્લેયરના નામે, રોહિત-કોહલી તોડી શકે છે રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો કાર્યક્રમ
| તારીખ | મેચ | સ્થળ | સમય | 
| 20 ફેબ્રુઆરી, 2025 | ભારત વિ બાંગ્લાદેશ | દુબઈ | બપોરે 2.30 વાગ્યે | 
| 23 ફેબ્રુઆરી, 2025 | ભારત વિ પાકિસ્તાન | દુબઈ | બપોરે 2.30 વાગ્યે | 
| 2 માર્ચ, 2025 | ભારત વિ ન્યૂઝીલેન્ડ | દુબઈ | બપોરે 2.30 વાગ્યે | 
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઋષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટયૂટ : યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે





