Cheteshwar Pujara Cricket Career Records : સંદીપ દ્વિવેદી. ચેતેશ્વર પૂજારાએ થોડા દિવસ પહેલા પોતાના પિતા અરવિંદ પૂજારાને તમામ ફોર્મેટના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. પિતાએ પૂછ્યું, “શું તારે રણજી ટ્રોફીની બીજી સિઝન નથી રમવી?” પુજારાએ રવિવારે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં આઠમા ક્રમે રહીને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પિતાના જુસ્સાને કારણે તે ભારતીય ક્રિકેટના લેજન્ડ બનવામાં સફળ રહ્યા છે.
દિકરાની વાતો સાંભળી 74 વર્ષીય પિતા અરવિંદ પૂજારા સમજી ગયા કે હવે અત્યંત સફળ અને પ્રિય પ્રોજેક્ટને આખરે બંધ કરવાનો સમય નજીક આવી ગયો છે. ચેતેશ્વરના જણાવ્યા અનુસાર નિવૃત્તિનો નિર્ણય સાંભળીને તેના પિતાની લાગણી એવી જ હતી જેવી તે નેટ્સમાં શ્રેષ્ઠ શોટ રમતો હતો. તેઓ પોતાની ખુરશીની પાછળ શરીર ટેકવીને બેઠા હતા. તેમના ચહેરા પર સંતોષનું મોટું સ્મિત હતું. “તેઓ હળવાશ અનુભવતા હતા અને હું પણ ખૂબ જ હળવાશ અનુભવતો હતો. ”
પિતાને ચિન્ટુમાં એક મહાન બેટ્સમેન બનવાની ઝલક દેખાઇ
આવી રીતે એક અનોખી ક્રિકેટ યાત્રા સમાપ્ત થઇ, જે ગુજરાતના રાજકોટથી શરુ થયેલી અને તમામ અવરોધોને પાર કરીને ભારતીય ક્રિકેટમાં બેટીંગના શિખરે પહોંચી હતી. ચેતેશ્વર પૂજારા જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેનામાં મહાન બેટ્સમેન બનવાની ઝલક જોવા મળી હતી. ત્યારે તેમને ચિન્ટુ કહી બોલાવતા હતા. પિતા જોયું કે તેમનો પુત્ર પ્લાસ્ટિકના એક નાનકડા બેટ સાથે રમી રહ્યો હતો જેની નજર બોલ પર હતી. આઠ વર્ષની ઉંમરે માતા રીનાએ તેના માટે જૂના ગાદલામાંથી મિની પેડ સીવી આપ્યા હતા.
રાહુલ દ્રવિડની ખોટ સાલવા ન દીધી
14 વર્ષની ઉંમરમાં ચેતેશ્વર પૂજારા એ બીસીસીઆઈની એક ટૂર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. 18 વર્ષના થયા બાદ થોડા મહિના બાદ તેને અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. 22 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને હવે 37 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. લાંબા સમય સુધી ભારત તરફથી નંબર 3 પર રમનાર ચેતેશ્વર પૂજારાને રાહુલ દ્રવિડની ખોટ સાલવા દીધી ન હતી. જોકે તે દ્રવિડના રનની આસપાસ પહોંચી શક્યા નહી. ચેતેશ્વર પુજારાએ 103 ટેસ્ટમાં 43ની સરેરાશથી 7,195 રન ફટકાર્યા હતા. તેમણે દિલીપ વેંગસરકર અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા બેટ્સમેનો કરતાં વધુ રન ફટકાર્યા હતા.
ચેતેશ્વર પૂજારા ક્રિકેડ રેકોર્ડ
વર્ષ 2018માં ચેતેશ્વર પૂજારાએ એવી ઊંચાઈ હાંસલ કરી હતી કે, જે ટોચ પર કોઈ ભારતીય ક્રિકેટર પહોંચી શક્યો નહતો. તેમણે ઓસ્ટ્રેલિયાની ટીમને તેમના ઘરમાં એકલા હાથે ધૂળ ચટાડી હતી. તેમણે ત્રણ સદીની મદદથી 521 રન બનાવ્યા હતા અને 1,258 બોલનો સામનો કરીને ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. રાજકોટના એક છોકરાએ 71 વર્ષ અને 11 પ્રવાસમાં જે કોઈ ભારતીય ટીમ કરી શકી ન હતી તે તેણે કરી દેખાડ્યું. ભારતીય ક્રિકેટના અન્ય સ્ટાર્સના નામે વધુ રન, સદી, ખ્યાતિ, સંપત્તિ અને એન્ડોર્સમેન્ટ હશે, પણ પુજારા પાસે તેની ‘ઓસ્ટ્રેલિયા’ હશે – એક અમૂલ્ય સ્મૃતિ કે જેની બરોબરી કોઈ કરી શકે તેમ નથી.