ODI World Cup 2023 Schedule : ભારતમાં ઓક્ટોબર- નવેમ્બરમાં થશે વનડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. 10 વેન્યૂ પર રમાશે. વિશ્વકપ 5 ઓક્ટોબરથી શરુ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019 વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝિલેન્ડથી મેચ થશે. મેજબાન ભારત પોતાના અભિયાનની શરુઆત 8 ઓક્ટોબરથી ચેન્નઇમાં પાંચ વખત વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે કરશે.
ક્યાં ક્યાં થશે મેચ?
ક્રિકેટ વર્લ્ડ કપની મેચો અમદાવાદ, બેંગ્લુરુ, મુંબઈ, ચેન્નઇ, દિલ્હી, લખનઉ, હૈદરાબાદ, કોલકાત્તા, પૂણે અને ધર્મશાળામાં મેચ રમાશે. જોકે, આમાથી માત્ર સાત જગ્યાઓ પર જ લીગ સ્ટેજમાં ભારત રમશે.
ક્યાં થશે ભારત પાકિસ્તાનની મેચ
2023 વન ડે વિશ્વ કપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઇનલની મેજબાની કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ભારત પાકિસ્તાન હાઇ પ્રોફાઇલ મેચની રમશે. 2016 પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારતમાં મેચ થશે.
આ છે સંપૂર્ણ વર્લ્ડકપ મેચનો કાર્યક્રમ

ક્યાં થશે પાકિસ્તાનની મેચ
જાણકારી પ્રમાણે સુરક્ષા કારણોના પગલે પાકિસ્તાન પોતાની મોટાભાગની મેચ ચેન્નઇ અને બેંગ્લુરુમાં રમી શકે છે. કોલકાત્તાના ઇડન ગાર્ડનમાં પણ મેચ રમી શકે છે. આ પ્રકારે બાંગ્લાદેશ પણ પોતાની મોટાભાગની મેચ કોલકાત્તા અને ગુવાહાટીમાં રમી શકે છે.
આ છે ભારતનો સંપૂર્ણ શેડ્યુલ
ભારત લીગ ચરણમાં દસ મેચમાંથી નવ મેદાન ઉપર રમશે. જ્યારે પાકિસ્તાન 5 મેદાન ઉપર રમશે. ભારત 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમશે. ત્યારબાદ 15 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન, 19 ઓક્ટોબરે પૂણેમાં બાંગ્લાદેશ, 22 ઓક્ટોબરે ધર્મશાળામાં ન્યૂઝિલેન્ડ, 29 ઓક્ટોબરમાં લખનઉમાં ઇંગ્લેન્ડ, 2 નવેમ્બરે મુંબઈમાં ક્વોલિફાઇંગ કરનાર ટીમ, 5 નવેમ્બરે કોલકાત્તામાં દક્ષિણ આફ્રિકા અને 11 નવેમ્બરે બેંગ્લુરુમાં એક અન્ય ક્વોલિફાઇંગ ટીમ રમશે.
19 નવેમ્બરે રમાશે ફાઇનલ મેચ
19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ ફાઇનલ મેચ રમાશે. મુંબઇ અને કોલકાત્તામાં સેમીફાઇનલ મેચ રમાશે. સેમીફાઇનલ મેચ ક્રમશઃ 15 અને 16 નવેમ્બરે રમાશે.
ક્રિકેટ વન ડે વર્લ્ડકપમાં ભારત કોની સામે રમશે
- ભારત – ઓસ્ટ્રેલિયા – 8 ઓક્ટોબર, ચેન્નઈ- બપોરે બે વાગ્યા
- ભારત – અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી – બપોરે બે વાગ્યે
- ભારત – પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ – બપોરે બે વાગ્યે
- ભારત – બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે – બપોરે બે વાગ્યે
- ભારત – ન્યૂઝિલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાળા – બપોરે બે વાગ્યે
- ભારત – ઇંગ્લેન્ડ- 29 ઓક્ટોબર, લખનઉ – બપોરે બે વાગ્યે
- ભારત – ક્લોલિફાયર – 2 નવેમ્બર, મુંબઈ
- ભારત – સાઉથ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાત્તા
- ભારત – ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગ્લુરુ
વન-ડે વર્લ્ડ કપમાં ભારત – પાકિસ્તાન મેચોનો ઇતિહાસ
વનડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન 1992માં પહેલીવાર આમને સામને આવ્યા હતા. ત્યારબાદ 2019 સુધી ટૂર્નામેન્ટમાં બંને ટીમો 7 વખત એક બીજા સામે રમી હતી. માત્ર 2007 વર્લ્ડકપમાં બંને ટીમોનો આમને સામને મુકાબલો થયો નથી. ભારત દરેક વખત વિજેતા રહ્યું છે.