ક્રિકેટ વિશ્વ કપ 2023 : ‘જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ ટિમ ઈન્ડિયાના સમર્થનમાં આરંભ્યુ અભિયાન

Cricket World Cup 2023 : અદાણી ગ્રુપે (Adani Group) ક્રિકેટ વિશ્વ કપ 2023માં ભારતીય ટીમની (Team India) જીતના સમર્થનના અભિયાન માટે 'જીતેંગે હમ'(Jeetenge Hum) નું સ્લોગન આપ્યું છે. 1983ના વર્લ્ડ કપ ક્રિકેટના વિજેતા ટીમના ખેલાડીઓએ પણ સહયોગ અને સમર્થન આપ્યો.

Written by Kiran Mehta
Updated : August 02, 2023 17:49 IST
ક્રિકેટ વિશ્વ કપ 2023 : ‘જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ ટિમ ઈન્ડિયાના સમર્થનમાં આરંભ્યુ અભિયાન
ક્રિકેટ વિશ્વ કપ 2023 અદાણી સ્લોગન જીતેંગે હમ

Cricket World Cup 2023 : અદાણી ડેના કાર્યક્રમ સમયે અદાણી ગ્રૂપે ‘જીતેંગે હમ’ નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે 1983ના વર્લ્ડ કપ ક્રિકેટના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ પણ કર્યો હતો. જેમાં તેમણે આઇસીસીના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ કપ-2023 માટે ટીમ ઈન્ડિયાને અતિ અપેક્ષિત પ્રચંડ સમર્થન દર્શાવ્યું છે.

ભારતના ઐતિહાસિક વિજયની 40મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક અડીખમ ભાવના પ્રજ્વલિત કરે છે. 1983ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો અને જુસ્સાદાર ચાહકોના પ્રચંડ સમર્થનની લાગણીની બેશુમાર આશાઓ અને અંતરમનની શુભેચ્છાઓ સાથે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરુઆત કરવામાં આવી છે.

ટ્વીટર અને ઇન્સ્ટગ્રામ ઉપર ’જીતેંગે હમ’ના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જૂસ્સાને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ક્રિકેટે સહુને એકતાંતણે બાંધી રાખતી બંધનકર્તા શક્તિ છે, જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથાઓરુપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનુ ઘડતર કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા જે આપણને 1983 માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા. જીતેંગે હમ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવાની આશા સાથે ભારતીય ક્રિકેટ ટીમને આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવવામાં અમારી અને ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાવવા ગૌતમ અદાણીએ જણાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં અદાણી ગ્રૂપ સાથે જોડાતા અમે સન્માનિત છીએ. એવી લાગણી વ્યકત કરતા કપિલદેવે કહ્યું હતું કે, આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય ભાવનાનું પ્રતિક છે જેણે અમને 1983માં જીત તરફ પ્રેર્યા હતા. વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં તે અનિવાર્ય છે. એક સામૂહિક માનસિકતાને ઉત્તેજન આપવા માટે ટીમ કે જે પોતાનું સર્વાંગી શ્રેષ્ઠ આપવા માટે પૂરા દિલથી પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત કરે છે. સફળતાનું સાચું માપ ફક્ત પરિણામમાં જ નથી, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ માટેના અતૂટ સમર્પણમાં રહેલું છે.

કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, હતું કે નિર્ધાર અને ટીમ ભાવના સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઈતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ.

અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હ્દયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતા એ ઐતિહાસિક ટીમના સુકાની કપિલ દેવે ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું, આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

સેલિબ્રિટી એન્કર ગૌરવ કપૂરે ટીમ 83 અદાણી ડેની ઉદઘાટન આવૃત્તિની પ્રશંસા કરી 1983ના હીરો અને શ્રીમાન અદાણી સાથે ક્રિકેટ અને બિઝનેસના ક્ષેત્રો વચ્ચે એકીકૃત સમાનતાઓ દોરતા આ કાર્યક્રમ એક મનોરંજક ક્ષણનો સાક્ષી બન્યો હતો. આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.

“કર કે દિખાયા હૈ, કર કે દિખાયેંગે,” ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં સિદ્ધિની અદમ્ય ભાવનાનું પ્રતીક આ અભિયાન અદાણી જૂથના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે છે. “જીતેંગે હમ” અભિયાન વિજેતાઓએ અગાઉ જે વિજયનો સ્વાદ ચાખ્યો છે, તે ફરીથી અનિવાર્યપણે તેનો આનંદ માણશે એવી એક આંતરિક પ્રતીતિ કે જે લોકનજરમાં તેમના સંતોષ અને ગર્વથી સર્વોપરી છે. એવી માન્યતાને પ્રેરિત કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ