વર્લ્ડકપ શરુ થવાના આડે હવે વધારે સમય બાકી રહ્યો નથી. ભારતની મેજબાનીમાં ક્રિકેટનો આ મહાકુંભ 5 ઓક્ટોબરથી શરુ થશે. વિશ્વ કપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે 10-11 વન ડે મેચ રમવા માટે બચ્યા છે. આ 10-11 મેચમાં ભારતને પોતાની સૌથી જુની સમસ્યાનું સમાધાન શોધવું પડશે.
ટીમ ઇન્ડિયાની સામે નંબર – 4 અને નંબર 5ની સમસ્યા
ભારતીય ક્રિકેટ ટીમ માટે અનેક વર્ષોથી નંબર 4 અને 5 નંબરની સમસ્યા વધારે ગંભીર બની છે. વર્ષ 2019ના વર્લ્ડ કપના સમયથી આ સમસ્યા જોવા મળી હતી. ગત વખત ભારત સેમી ફાઇનલમાં ન્યૂઝિલેન્ડના હાથે હારીને બહાર થયું હતું. જેના માટે મિડલ ઓર્ડરની નિષ્ફળતા સૌથી મોટું કારણ હતું. હવે જ્યારે વિશ્વ કપમાં આશરે બે મહિના બચ્યા છે તો ભારતની સામે આ સમસ્યા યથાવત છે.
4-5 નંબરના દાવેદારો છે આ ખેલાડીઓ
વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ચાલુ વન ડે સીરીજમાં નંબર 4 પર સૂર્યકુમાર યાદવ રમી રહ્યા છે. જે સતત ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. જ્યારે નંબર 5 પર ઇશાન કિશન છે. અત્યાર જોઇએ તો આ બંને પોઝિશન પર 5 ખેલાડી દાવેદાર છે. જેમાં ઇશાન અને સૂર્યકુમાર ઉપરાંત સંજૂ સેમસન, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલનું નામ સામેલ છે. ભારતને આ પાંચ દાવેદારોમાંથી 4-5ની સમસ્યા ઉકેલવાની છે.
સૂર્ય કુમાર યાદવ
ટી 20માં ધમાલ મચાવનારા સૂર્યકુમાર યાદવ છેલ્લા અનેક મુકાબલાઓમાં નંબર 4 પર ટ્રાઇ કરી રહ્યા છે. પરંતુ સૂર્યકુમાર વન ડેમાં સતત ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. સૂર્યાએ અત્યાર સુધી 24 નવ ડેની 22 ઇનિંગમાં 23.78ની સરેરાશથી માત્ર 452 રન બનાવ્યા છે. 22 ઇનિંગમાં તેમણે માત્ર બે વખત ફિફ્ટી લગાવી હતી. ટી20માં સૂર્યકુમાર યાદવની સરેરાશ 46.52ની અને સ્ટ્રાઇક રેટ 175.76ની છે.
ઇશાન કિશન
ઋષભ પંતની ટીમથી બહાર થયા બાદ વર્લ્ડકપ માટે વિકેટકીપર તરીકે ઇશાન કિશનનું નામ રેશમાં બનેલું છે. ઇશાન અત્યારે ટીમમાં પાંચમાં નંબરના બેટ્સમેન છે. વેસ્ટઇન્ડિઝ સામે પહેલા વન ડેમાં ઇશાનને ઓપનિંગ પર ટ્રાઇ કરવમાં આવી હતી. તેમણે હાફ સેન્ચુરી લગાવી હતી. ઇશાન કિશાન અત્યાર સુધી 15 વન ડે મેચ રમી ચુક્યા છે. જેમાં તેમણે 43.23 ની સરેરાશથી 562 રન બનાવ્યા હતા. વન ડેમાં તેમણે બેવડી શદી ફટકારી હતી. નંબર 5 માટે ઇશાન એક સારો કેન્ડિડેટ સાબિત થઇ શકે છે.
સંજૂ સેમસન
ઋષભની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકે સંજૂ સેમસન પણ વર્લ્ડકપના દાવેદાર છે. સંજૂ વેસ્ટઇન્ડિઝ દરમિયાન વન ડે ટીમનો ભાગ છે. પરંતુ તેમને પ્લેઇંગ ઇલેવનની જગ્યા મળી નથી. સંજૂ સેમસંગ સામાન્ય રીતે એક ક્લાસ બેટ્સમેન છે. પરંતુ વન ડેમાં તેમના આંકડા કંઇ સારા નથી. 17 મેચોની 16 ઇનિંગમાં સંજૂએ 20.06ની સરેરાશથી માત્ર 301 રન બનાવ્યા છે. અહીં તેમના નામે માત્ર એક ફિફ્ટી જ છે.
કેએલ રાહુલ
વર્લ્ડકપ માટે કેએલ રાહુલનું નામ પણ સૌથી આગળ છે. 2019 વિશ્વકપમાં ટીમનો ભાગ રહેલા રાહુલ અત્યારે ઇજાના કારણે નથી રમી રહ્યા. તેમને આઇપીએલ વચ્ચે જ ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેઓ ક્રિકેટથી દૂર રહ્યા છે અત્યારે તેઓ એનસીએમાં છે. જોકે તેમના ફીટ થવાના સમાચાર આવી રહ્યા છે.
કેએલ રાહુલે 54 વન ડે રમી છે. જેમાં 45.13ની સરેરાશથી 1986 રન બનાવ્યા છે. વન ડેમાં રાહુલના નામે 5 સદી છે. જોકે, કેએલ રાહુલનું બેટ લાંબા સમયથી શાંત છે. રાહુલની ટીમ ઇન્ડિયામાં નંબર 4 અને 5 ઉપરાંત ઓપનિંગની પણ જવાબદારી નિભાવી છે.
શ્રેયસ અય્યર
કેએલ રાહુલની સાથે જ એનસીએમાં રિહૈબ કરી રહેલા શ્રેયસ ઐયરનો પણ એશિયા કપ પહેલા ફિટ થવાનું નક્કી માનવામાં આવે છે. શ્રેયસ અય્યર ઓર્ડરનો સારો વિકલ્પ બની શકે છે. અય્યરે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લે વન ડે રમી છે. શ્રેયસે 42 વન ડેની 38 ઇનિંગોમાં 46.60ની શરેરાસમાં 1631 રન બનાવ્યા છે. ઐયરની સૌથી ઓછી સરેરાશ વન ડેમાં જ છે. વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવાના પ્રબળ દાવેદાર છે. વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે છે.





